ગાંધીધામ,તા.૨૫
ગાંધીધામમાં કેડબરી કંપનીની એજન્સી ધારવતી એક પેઢીમાં આજે નગર પાલિકાના ફૂડ વિભાગની ટીમે દરોડો પાડીને એક્સપાયરી ડેઈટવાળો રૃ.૧.૮૯ લાખની કિંમતનો ચોકલેટ, બોર્નવિટા અને બિસ્કિટના જથૃથાનો નાશ કર્યો હતો.
ગાંધીધામની ઝવેરી બજારમાં આવેલી આનંદ ટ્રેડર્સ નામની પેઢીમાં પાલિકાના ફૂડ વિભાગે ફરિયાદના આાધારે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. અહી કેડબરી કંપનીની એજન્સી છે. તપાસ કરતા અહીથી વિવિાધ વસ્તુઓનો એક્સપાયરી થઈ ગયેલી ડેઈટવાળો મોટો જથૃથો મળી આવ્યો હતો. જેના પગલે ચોકલેટ, બિસ્કીટ અને બોર્નવિટાના આ જથૃથાના પેકેટ તોડીને કચરામાં નાંખી દેવામાં આવ્યા હતા. પાલિકાની કાર્યવાહીના પગલે આસપાસના દુકાનદારો પણ અહી એકત્ર થઈ ગયા હતા. નામી કંપનીની પ્રોડક્ટમાં બહાર આવેલી બેદરકારીની આ બાબત સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HTHpmJ
No comments:
Post a Comment