ભુજ,સોમવાર
ભુજમાં ઠેકઠેકાણે રહેણાંક સોસાયટી વચ્ચે ખૂલ્લા રહેલા ખાનગી પ્લોટમાં ઉગેલા ઝાડી-ઝાંખરા સાફ કરાવવા પાલિકા તસ્દી લેતી ન હોવાથી આસપાસ રહેતા લોકો મનફાવે તેમ તેનો નાશ કરી રહ્યા છે. જેમાં આગ ચાંપીને બાળી નાખવાના વાધતા બનાવોથી ફાયર ફાઈટરની દોડાધામ વાધી ગઈ છે. બીજીતરફ મોટી આગજની ફેલાય તેવી ભીતિ વાધી છે.
આજે વધુ એક ઘટનામાં સંસ્કારનગરમાં એક મોટા પ્લોટમાં ઉગેલા ઝાડી-ઝાંખરાઓને કોઈ આસપાસના વ્યકિતઓએ આગ ચાંપી દિાધી હતી. જેના કારણે વિકરાળ આગ ફેલાઈ હતી, એક સાથે અનેક બાવળીયા સળગતા આગ વધુ ફેલાય તેવી ભીતી ઉભી થતા અંતે ફાયર ફાઈટરને બોલાવાઈ હતી. જેણે આગને કાબુમાં લીધી હતી. આ અંગે લોકોએ જણાવ્યું હતું કે, મચ્છર તાથા જીવજંતુઓના ત્રાસના કારણે લોકો અંતે આગ ચાંપી દે છે કારણ કે,સુાધરાઈએ ઝાડી કટીંગ કરવાનું બંધ કરી દિધું છે. આ પધૃધતીના કારણે ક્યારેક આસપાસના અન્ય મકાનો સુાધી પણ આગ ફેલાતા કોઈ મોટી દુાર્ધટના ઘટી શકે છે. હાલે ઉનાળાની શરૃઆત થઈ છે મચ્છરોના ત્રાસાથી મુક્તિ મેળવવા આવા બનાવો રોજિંદા ઘટશે. ત્યારે આ દિશામાં નગરપાલિકા કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uBPsgt
No comments:
Post a Comment