શહીદ મેજર મહાડિકની પત્ની લશ્કરમાં જોડાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

શહીદ મેજર મહાડિકની પત્ની લશ્કરમાં જોડાશે

મુંબઇ તા. 28 ફેબ્રુઆરી 2019 ગુરૂવાર 

ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદિલીએ દેશના દરેક સ્ત્રી પુરુષમાં એક પ્રકારના નવા ઉત્સાહનો સંચાર કર્યો જણાય છે.  ભારતીય લશ્કરના 2017માં શહીદ થયેલા એક મેજરનાં પત્નીએ લશ્કરમાં જોડાવા અધૂરો મુકેલો અભ્યાસ ફરી શરૂ કરીને એસએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ લશ્કરમાં જોડાવાની અરજી કરી હતી.

મૂળ મહારાષ્ટ્રના મેજર મહાડિક 2017માં ભારત-ચીન સરહદ પર ફરજ બજાવતાં શહીદ થયા હતા. એ સમયે તેમનાં પત્ની ગૌરીએ જાહેર કર્યું હતું કે મારા પતિનું અધૂરૂં રહેલું કાર્ય હું પુરૂં કરીશ.

સંજોગવશાત ગૌરીએ વહેલા લગ્ન થઇ જતાં ભણવાનું અધવચ છોડી દીધું હતું. પતિના અવસાન બાદ તેમણે ફરી અભ્યાસ શરૂ કર્યો હતો અને એક વર્ષમાં સર્વિસ સિલેક્શન બોર્ડની પરીક્ષા પાસ કરીને લશ્કરમાં જોડાવાની અરજી કરી હતી. 

ભારતીય લશ્કરે એની અરજી સ્વીકારી હતી. સર્વિસ કમિશનની પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવીને પાસ થયાં હોવાથી આવતા વર્ષે તો ગૌરી લેફ્ટનંટના હોદ્દા પર બિરાજમાન થશે. આ વિસ્ફોટ કરનારો એક કલિયર મનસૂર નાસતો ફરે છે. સમર્થનવિહોણા અહેવાલ મુજબ પોલીસે મનસુરને પકડી લીધો છે પરંતુ લોકોના આક્રોશથી ડરીને આ વાતને જાહેર કરતા નથી. ઉશ્કેરાયેલા લોકો મનસુરનો કબજો લેવા પોલીસ સ્ટેશન પર હુમલો ન કરે એવા હેતુથી પોલીસ આ વાત જાહેર કરતી નથી એમ કહેવાય છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vqmlb8

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages