ભારતને જરૂર છે સ્પેશિયલ ફોર્સીસનું વન કમાન્ડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

ભારતને જરૂર છે સ્પેશિયલ ફોર્સીસનું વન કમાન્ડ


- આ બધાં દળો સરકારનાં વિવિધ ખાતાં સાથે સંકળાયેલાં છે:ખરેખર તો ભારતે અમેરિકાની જેમ આ બધાં દળોને એક છત્ર તળે લાવવાની જરૂર છે.

જગદીશચંદ્ર ભટ્ટ

ભારતીય લશ્કરે ૧૯૬૫,૧૯૭૧અને ૧૯૯૯ એમ ત્રણ ત્રણ યુદ્ધમાં પાકિસ્તાનને મરણતોલ માર માર્યો હતો.જિંદગીભર ન ભૂલે એવો અઘરો પાઠ ભણાવ્યો હતો. ૧૯૭૧માં તો ભારતીય ભૂમિદળ,હવાઇદળ અને નૌકાદળે ત્રિપાંખિયો હુમલો કરીને પાકિસ્તાનનું પડખું ચીરી નાખ્યું હતું, જેનું નામ છે બંગલાદેશ.

બીજીબાજુ  ભારતીય લશ્કરે મ્યાનમારમાં અને પાકિસ્તાનનાકબજા તળેના કાશ્મીર(પીઓકે)માં ચાલતા ઉગ્રવાદી અડ્ડા પર એમ બબ્બે સર્જિકલ સ્ટ્રાઇક કરીને દુશ્મનને જડબાતોડ જવાબ આપ્યો હતો.મ્યાનમારની સર્જિકલ સ્ટ્રાઇક વખતે આપણાં લશ્કરી દળોની ૨૧ પેરા એટલે કે સ્પેશિયલ ફોર્સીસના નરકેસરી જવાનોએ ઉગ્રવાદીઓનો સફાયો કરી નાખ્યો હતો.બરાબર આ જ રીતે ૨૯,સપ્ટેમ્બર-૨૦૧૬ની વહેલી સવારે  પીઓકેની સર્જિકલ સ્ટ્રાઇકમાં પણ ભારતના સ્પેશિયલ ફોર્સીસના જવાનોએ ઝળહળતી સફળતા મેળવી હતી.

આમ તો ભારતીય લશ્કર સંખ્યા અને સજ્જતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં પાંચમા નંબરનું બળવાન લશ્કર ગણાય છે.આમ છતાં છેલ્લા થોડા સમયથી આપણા જુદાં જુદાં લશ્કરી દળોને એક છત્ર તળે લાવવાનો પ્રયાસ પણ થઇ રહ્યો છે.હાલ સંરક્ષણ,ગૃહ અને કેબિનેટ સેક્રેટેરિયેટ એમ ત્રણ ત્રણ ખાતાં તળે લગભગ ૧૨ જેટલાં દળો કાર્યરત છે.

 ૧૯૯૯માં કારગીલ યુદ્ધ બાદ ૨૦૧૧માં તે વખતના વડાપ્રધાન મનમોહન સિંહે ભારતની રાષ્ટ્રીય સલામતી વ્યવસ્થા વિશે નવેસરથી વિચારવા નરેશચંદ્ર પેનલની રચના કરી હતી.જોકે તે વખતની ભારત સરકારે નરેશચંદ્ર પેનલની અમુક ભલામણોને સ્વીકારી હતી.આમ છતાં સ્પેશિયલ ફોર્સીસને એક છત્રમાં લાવવાની ભલામણ કોણ જાણે કેમ અભરાઇ પર ચડાવી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ભારતીય લશ્કરના અમુક ભૂતપૂર્વ અધિકારીઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે અમેરિકા સહિત અમુક દેશોમાં સ્પેશિયલ ફોર્સીસ એક છત્ર તળે  ફરજ બજાવે છે જેને વન કમાન્ડ કહેવાય છે.આવા વન કમાન્ડનો પ્રયોગ ભારતમાં પણ કરવો જરૂરી છે.

જગતના જમાદાર અમેરિકાએ ૨૦૧૧માં  પોતાના શકરાબાજ જેવા નેવી સીલ કમાન્ડોને છેક પાકિસ્તાનના એબોટાબાદ સુધી મોકલીને  તેના સૌથી મોટા અને ઝેરીલા દુશ્મન ઓસામા બીન લાદેનને  તેના ઘરમાં ઘૂસીને ભૂંજી નાખ્યો હતો.અમેરિકાનો તે સફળ પ્રયોગ વન કમાન્ડનો હતો.

આ તબક્કે  આપણે ભારતીય લશ્કરની ત્રણેય-ભૂમિદળ,હવાઇદળ,નૌકાદળ- પાંખમાં કેટલાં સલામતી દળો ફરજ બજાવે  છે તેની વિગતો જાણીએ.

* ભૂમિદળ ઃ ભૂમિદળમાં હાલ કુલ ૧૩ સ્પેશિયલ ફોર્સીસ બટાલિયન્સ,આઠ(૮) પારા(સ્પેશિયલ ફોર્સીસ-એસએફ) અને પાંચ(૫) પારા (એરબોર્ન) બટાલિયન્સ છે.હાલ પારા એસએફનું ગઠન થયું છે.દરેક બટાલિયન્સમાં કુલ ૬૨૦ સૈનિકો છે.આ સૈનિકોને લશ્કરી તાલીમ ઉપરાંત ચીની,પસ્તુ અને ઉર્દુ વગેરે જેવી વિદેશી ભાષાની તાલીમ પણ અપાય છે.

* નૌકાદળઃ નૌકાદળનું  આ વિશેષ દળ માર્કોસના ખાસ નામે ઓળખાય છે.આ દળમાં લગભગ૧,૦૦૦ સૈનિકો છે.માર્કોસના જવાનો સમુદ્રમાં પણ પડકારરૂપ કામગીરી બજાવી શકે છે.માર્કોસના જવાનોએ ભૂતકાળમાં શ્રીલંકાના જાફના,માલદીવ અને સોમાલિયાવગેરેમાં ખાસ ફરજ બજાવી હતી.

*હવાઇદળઃ હવાઇદળમાં લગભગ ૧૫૦૦થી ૨૦૦૦  જેટલા ગાર્ડ્ઝ છે.આ જવાનોને વિમાનના અપહરણનો પ્રયાસ કેમ નિષ્ફળ બનાવવો,  કોઇપણ વિમાન મથક પર સર્જાયેલી કટોકટીભરી પરિસ્થિતિમાં કઇ રીતે બચાવ કામગીરી કરવી અને પ્રવાસીઓનું કઇ રીતે રક્ષણ કરવું વગેરે પ્રકારની તાલીમ અપાય છે.

*નેશનલ સિક્યુરિટી ગાર્ડ(એન.એસ.જી.)ઃએન.એસ.જી.નાકમાન્ડો ગૃહખાતા સાથે સંકળાયેલા હોય છે.આકમાન્ડો ખાસ પ્રકારની અને કટોકટીભરી પરિસ્થિતિમાં ફરજ બજાવે છે.આ કમાન્ડોની પસંદગી ભારતીય લશ્કરમાંથી અને પારા મિલિટરી તથા રાજ્યની પોલીસમાંથી થાય છે.

* કોબ્રાઃ આ દળનું નામ કમાન્ડો બટાલિન્સ ફોર રિઝોલ્યુએટ એક્શન(કોબ્રા) છે.કોબ્રાના કમાન્ડો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં ફરજ બજાવે છે.કોબ્રાના જવાનોને ગાઢ જંગલોમાં વિશિષ્ટ પ્રકારની યુદ્ધ સંબંધી સઘન તાલીમ અપાય છે.

* સ્પેશિયલ પ્રોટેક્શન ગૂ્રપ(એસ.પી.જી.) ઃ એસ.પી.જી.ના કમાન્ડો ભારત સરકારની કેબિનેટના સચિવાલય સાથે સંકળાયેલા હોય છે.આ ગૂ્રપના કમાન્ડો વડાપ્રધાનને અને ભૂતપૂર્વ વડાપ્રધાનોને સલામતી રક્ષણ પૂરું પાડે છે.આ ગૂ્રપમાં કુલ ૩૫૦૦ કમાન્ડો હોય છે.

* સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ(એસ.એફ.એફ.)ઃઆ જૂથની રચના ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધ બાદ કરવામાં આવી છે.આ ગૂ્રપ પણ કેબિનેટ સેક્રેટેરિયેટ સાથે સંકળાયેલું હોય છે.ઉત્તરાખંડમાં ફરજ બજાવતા આ ગૂ્રપમાં ૧૦,૦૦૦ કમાન્ડો હોય છે.

* ફોર્વ વન ઃ આ ગૂ્રપની રચના ૨૦૦૯માં થઇ છે.આ ગૂ્રપ મૂળભૂત રીતે મહારાષ્ટ્રનું છે જે ઉગ્રવાદી હુમલા જેવી ગંભીર ઘટનાઓમાં ફરજ બજાવે છે.આ ગૂ્રપ પણ એન.એસ.જી.જેવું છે.

* પાર્લિયામેન્ટ ડયુટી ગૂ્રપ(પી.ડી.જી.)ઃ આ કમાન્ડો ભારતની લોકસભા ભવનનું રક્ષણ કરે છે.આ ગૂ્રપમાં કુલ ૧૫૪૦ કમાન્ડો હોય છે.વળી,આ ગૂ્રપના કમાન્ડો અણુ બોમ્બ કે જૈવીક બોમ્બના હુમલા જેવી અતિ ગંભીર ઘટનામાં ખાસ કામગીરી કરે છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tGCYn2

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages