લોકસભા ચૂંટણી વખતે સરકારની સૌથી વધુ કાંદાની ખરીદી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

લોકસભા ચૂંટણી વખતે સરકારની સૌથી વધુ કાંદાની ખરીદી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.30 માર્ચ 2019,શનિવાર

ચૂંટરી નજીક છે ત્યારે કેન્દ્ર સરકારે નાફેડના માધ્યમથી ૫૦ હજાર  મેટ્રીક ટન કાંદા ખરીદવાની છે. દેશમાં કાંદાની સમસ્યા નિર્માણ થાય નહીં એ માટે ખૂબ ભાવ વધતાં સસ્તા દરે કાંદા મેળવવા માટે કટોકટીની પરિસ્થિતિના વખત માટે વ્યવસ્થા તરીકે ખરીદી કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં દર વર્ષે ખરીદવામાં આવેલી સૌથી મોટી ખરીદી નાફેડ કરવાની છે. મહારાષ્ટ્રથી ૪૫ હજાર મેટ્રીક ટન ક ાંદા અને ગુજરાતથી પાંચ હજાર મેટ્રીક ટન કાંદી ખરીદી કરતાં કાંદા ઉત્પાદકોને રાહત મળશે. આવનારી પહેલી એપ્રિલથી આ ખરીદીની શરૂઆત થશે. આનો લોકસભા ચૂંટણીમાં રાજકીય ફાયદો સત્તાધારીઓને મળી શકે છે. પરંતુ આચારસહિતા લાગુ થતાં આટલો મોટા નિર્ણય લેતાં નિષ્ણાંતોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

કટોકટીના પુરવઠા હેઠળ દર વર્ષે ૧૩ હજાર ૫૦૦ મેટ્રીન ટન કાંદા સુધીના કાંદા અત્યાર સુધીમાં ખરીદવામાં આવ્યાં છે. પરંતુ એ વકતે વિક્રમી પચાસ હજાર મેટ્રીક ટન કાંદાનો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે. જેમાં ૪૫ હજાર મેટ્રીક ટન કાંદા મહારાષ્ટ્રથી પાંચ હજાર મેટ્રીક ટન કાંદા ગુજરાતથી ખરીદવામાં આવશે, જેના લીધે પરિણામ અપ્રત્યક્ષપણે લોકસભા ચૂંટણી પર થઈ શકે છે.

જેના લીધે કદાજિત આ બાબતે ફરિયાદ કરવામાં આવી તો આવનારા દિવસોમાં આ નિર્ણય ચૂંટણી પંચ આક્ષેપ કરે તો આ નિર્ણય પાછુ લેવુ પડશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HPtgYH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages