
અમદાવાદ, તા. 30 માર્ચ 2019 શનિવાર
2019 લોકસભાની ચૂંટણી બાદ નવી રચાનારી મોદી સરકારમાં અમિત શાહ મંત્રી બનશે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ નારણપુરા ખાતે મીડિયા સાથેની વાતચીતમાં આ પ્રકારનો દાવો કર્યો હતો. તેઓએ કહ્યું કે ગુજરાતમાં પણ ભાજપને લોકસભાની તમામ 26 બેઠકો મળશે. એટલું જ નહીં.
સમગ્ર દેશમાં ભાજપ લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી લેશે અને ફરતી ભાજપની સરકાર કેન્દ્રમાં બનશે. જેમાં હાલના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠક પરથી જંગી લીડથી જીતનારા અમિત શાહને કેન્દ્રમાં ખૂબ જ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FH857J
No comments:
Post a Comment