કેરી હજી પણ સસ્તી નહીં : 15 એપ્રિલ બાદ જ હાફૂસ સામાન્યને પરવડશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

કેરી હજી પણ સસ્તી નહીં : 15 એપ્રિલ બાદ જ હાફૂસ સામાન્યને પરવડશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.30 માર્ચ 2019,શનિવાર

નવી મુંબઈ એપીએમસી (એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી)માં કેરીની આવક ગયા વર્ષની તુલનામાં ઓછી થઈ છે. જેના લીધે બજારભાવ સામાન્યના આવકની બહાર ગવા છે. માલ પૂરતો ન હોવાથી ગુડી પાડવાના પણ કેરી સસ્તી મળશે નહીં એવુ સ્પષ્ટ થયું છે.

આ વખતે હાફૂસની આવક ટૂંક સમયમાં શરૂ થઈ હોવાથી સીઝન સારી જશે એવો મત વ્યક્ત કરાયો હતો. પરંતુ ઠંડીનો સમયગાળા વધવાને લીધે અને બિમારીને લીધે પાકને નુકસાન થયું હતું. મહારાષ્ટ્ર સહિત કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુમાં પાક ઓછો થયો છે.

ગયા વર્ષે માર્ચના અંતમાં માર્કેટમાં ૫૦ હજાર પેટીની આવક થઈ હતી. પરંતુ હાલની સ્થિતિમાં સરેરાશ ૨૦ હજાર પેટીની આવક થઈ છે. હોલસેલ માર્કેટમાં હાફૂસની પેટીના ૧૫૦૦થી ચાર હજાર રૂપિયાના દરે વેચાય છે. પ્રત્યેક વર્ષે ગુડી પાડવાથી કેરીની આવકમાં ઘટાડો થતો હોય છે. પરંતુ આ વર્ષે ગુડી પાડવામાં કેરી મોંઘી જ મળશે.

મુંબઈમાં ૧૫ એપ્રિલ બાદ કેરીની આવક વધવાની શક્યતા હોવાની માહિતી ફ્રુટ વેપારી સંજય પાનસરેએ જણાવ્યું હતું. નિર્યાત કરતાં મોહન ડોંગરેએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિએ અખાતી દેશમાં થોડા પ્રમાણમાં માલ નિર્યાત થવા લાગ્યો છે. પરંતુ આવક સમાધાનકારક ન હોવાથી નિર્યાતને પણ હજી ગતિ મળી નથી. એપ્રિલના બીજા અઠવાડિયાથી હકીકતમાં સીછન શરૂ થશે એવુ સ્પષ્ટ કરાયું હતું.

હોલસેલ માર્કેટમાં દેવગડનો સારો દરજ્જાની કેરી એકતી બે હજાર રૂપિયા ડઝન દરે વેચવામાં આવે છે. બદામી ૬૦થી ૯૦ રૂપિયે કિલો, લાલબાગ, ૬૦થી ૭૦ રૂપિયે કિલો, કેસર ૨૦૦ રૂપિયે કિલો, તોતાપુરી ૪૦થી ૫૦ રૂપિયે કિલો દરે કિલો વેચવામાં આવે છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WwJPvK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages