
મુંબઇ તા.26 માર્ચ 2019, મંગળવાર
મોખરાનો અભિનેતા રણબીર કપૂર યશ રાજની આગામી એક્શન થ્રીલર ફિલ્મ શમશેરામાં ડબલ રોલ કરવાનો હોવાની વાતો વહેતી થઇ હતી.
જો કે યશ રાજે પોતે હજુ આ દિશામાં કોઇ ઔપચારિક જાહેરાત કરી નથી. આ ફિલ્મમાં રણબીરની સાથોસાથ સિનિયર અભિનેતા સંજય દત્ત અને અભિનેત્રી વાણી કપૂર પણ ચમકવાનાં છે.
બ્રિટિશ રાજમાં પોતાને થયેલા અન્યાય સામે લડવા ડાકુ બની ગયેલા શમશેરાની આ વાત છે. કરણ મલ્હોત્રા એના ડાયરેક્ટર છે. આ ફિલ્મમાં રણબીર ડબલ રોલ કરી રહ્યો હોય એવું લાગે છે કારણ કે એ મુખ્ય પાત્ર ઉપરાંત એ પાત્રના પિતાનો રોલ પણ કરી રહ્યો છે અને બંને પાત્રોનું શૂટિંગ સાથોસાથ થઇ રહ્યું છે.
અભિનેતા તરીકેની બાર વર્ષની કારકિર્દીમાં રણબીર પહેલીવાર ડબલ રોલ કરી રહ્યો છે એવું જાણવા મળ્યું હતું. અગાઉ રણબીરે યશ રાજની રૉકેટ સિંઘઃ સેલ્સમેન ઑફ ધી યર (2009) ફિલ્મ કરી હતી.
શમશેરા 2020ના જુલાઇમાં રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Oyw2lP
No comments:
Post a Comment