
મુંબઇ તા.26 માર્ચ 2019, મંગળવાર
સિનિયર અભિનેતા અનિલ કપૂરે કહ્યંુ હતું કે કરણ જોહરની તખ્તમાં પહેલીવાર એક ઐતિહાસિક રોલ કરવાની તક મળી છે એટલે હું ખૂબ ઉત્તેજિત છું.
'માત્ર ઉત્તેજના પણ નહીં, બીજી પણ કેટલીક બાબતો સંકળાયેલી છે. મારી 35-36 વર્ષની કારકિર્દીમાં મેં અગાઉ કદી આવો રોલ કર્યો નથી. હજુ મારા રોલનું શૂટિંગ શરૃ થયું નથી એટલે હાલ હું કહી શકવાની સ્થિતિમાં નથી કે કેવા હાવભાવ કે સંવેદના હું અનુભવી રહ્યો છું. હાલ તો માત્ર એટલું કહી શકું કે પહેલીવાર ઐતિહાસિક રોલ કરવાની ઉત્તેજના અનુભવાઇ રહી છે' એમ અનિલ કપૂરે કહ્યું હતું.
તખ્ત મુઘલ ઇતિહાસના એેક પ્રકરણને રજૂ કરે છે. ખુદ કરણ જોહર પણ પહેલીવાર ઐતિહાસિક કથાવસ્તુ પર ફિલ્મ બનાવી રહ્યો છે. કરણ પોતે એનું ડાયરેક્શન પણ કરી રહ્યો છે.
આ ફિલ્મમાં અનિલ કપૂર મુઘલ બાદશાહ તાજમહાલ ફેમ શાહજહાંનો રોલ કરી રહ્યો છે. સત્તા માટે લડી રહેલા બે સગ્ગા ભાઇની કથા એમાં વણી લેવામાં આવી છે.
આ એક મલ્ટિસ્ટાર અને મેગાબજેટ ફિલ્મ છે. એમાં કરીના કપૂર, રણવીર સિંઘ, આલિયા ભટ્ટ, વીકી કૌશલ, ભૂમિ પેડણેકર અને જાન્હવી કપૂર ચમકી રહ્યાં છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FAVTGL
No comments:
Post a Comment