
લોસ એંજલ્સ તા.26 માર્ચ 2019, મંગળવાર
અમેરિકાની ટોચની ગાયિકા માઇલી સાઇરસ ફરી એકવાર બિનજરૃરી વિવાદના કેન્દ્રમાં આવી ગઇ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
માઇલીએ પોતાના પાળેલા શ્વાન મેરી જેન સાથે સોશ્યલ મિડિયા પર પોતાની એક ન્યૂડ તસવીર શૅર કરતાં એના ચાહકો જ એના પર તૂટી પડયા હતા કે આ શું છે ?
કેટલાકે તો બહુ આકરી ટકોર કરી હતી. એનો એક નમૂનો આ રહ્યો- આવી મહિલાઓ માટે શું કહેવું ? ચરિત્રહીન કહીએ તો નેગેટિવ ગણાય, કોઇ ટકોર ન કરીએ તો પુરુષને નપુંસક ગણાવે અને પોતે આવો વલ્ગર ફોટોગ્રાફ શૅર કરે તો ચલાવી લેવાનું એમ ? વ્હૉટ રબીશ...
જો કે આવું પહેલીવાર બન્યું નથી. અગાઉ પણ માઇલી પોતાના ન્યૂડ ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર શૅર કરી ચૂકી છે. જો કે અગાઉ શ્વાન સાથે ફોટો શૅર કર્યો નહોતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YpRCNR
No comments:
Post a Comment