ગાંધીનગર,તા.24 માર્ચ 2019,રવિવાર
ચિલોડાથી સરખેજ માર્ગને સંપૂર્ણ સિક્સ લેન કરવાના ભાગરૃપે છ જગ્યાએ ફ્લાયઓવર બનાવવામાં આવનાર છે. કરોડોના આ પ્રોજેકટની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે તેવી સ્થિતિમાં ગાંધીનગર ચિલોડાને જોડતાં સાબરમતી નદી ઉપરના પુલની પહોળાઈ વધારવામાં આવશે.
એટલે કે આ બ્રિજને સમાંતર નવો બ્રીજ ઉભો કરવાની પણ વિચારણા છે તો બીજી બાજુ અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલ ઉપરના પુલને પણ પહોળો કરાશે. આ બન્ને બ્રીજ બનાવવા માટે રાજય સરકાર કેન્દ્ર સરકાર મંજુરી માંગશે. જો કે હાલ આચારસંહિતાના દિવસોમાં આ મંજુરી અંગે કોઇ નિર્ણય નહીં આવે.
ચિલોડા- ગાંધીનગર - સરખેજ માર્ગને સંપુર્ણ સીક્સલેન કરવાના પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા અહીં આસપાસના વૃક્ષો કાપીને માર્ગ પહોળા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. ત્યારે આ રૃટ ઉપર ઘ-૦, સરગાસણ, ઉવારસદ, ખોડીયાર તેમજ વૈષ્ણવદેવી ચાર રસ્તા પાસે ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે.
આગામી ૫૦ વર્ષને ધ્યાનમાં રાખીને આ રોડ ઉપર વાહનોના ટ્રાફિક પ્રમાણે ડિઝાઇન હાથ ધરી છે. ત્યારે આ માર્ગ ઉપર સાબરમતી નદી અને નર્મદા કેનાલ પણ આવે છે. અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલને અનુલક્ષીને ૧૮ મીટરની પહોળાઇ અને ૬૫ મીટરની લંબાઇનો બ્રીજ હાલ હયાત છે. ત્યારે આગામી દિવસ આ બ્રીજને સમાંતર વધુ એક બ્રીજ નિર્માણ કરાશે.
આવી જ રીતે ગાંધીનગર નજીકથી પસાર થતી સાબરમતી નદી ઉપર ચિલોડા બ્રીજ આવેલો છે. આ બ્રીજ ૪૦૦ મીટર લાંબો છે જ્યારે ૧૮મીટર પહોળો છે. ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત બ્રીજને પણ પહોળો કરવાની વિચારણા છે. જે અંતર્ગત અહીં પણ નવો બ્રીજ બનાવવામાં આવશે. આમ ચિલોડા-સાબરમતી નદી ઉપર તેમજ અડાલજ નર્મદા કેનાલ ઉપર એક - એક બ્રીજ બનાવવાની ડિઝાઇન હાથ ધરાઇ છે. જો કે આ અંગે કેન્દ્ર સરકારમાંથી મંજુરી માંગવામાં આવશે. મંજુરી મળ્યા બાદ આ કામગીરી કરાશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TZqWoC
No comments:
Post a Comment