મતદાર યાદીમાં નામ નહીં હોય તો મતદાન નહીં કરી શકાય - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

મતદાર યાદીમાં નામ નહીં હોય તો મતદાન નહીં કરી શકાય

ગાંધીનગર, તા.24 માર્ચ 2019,રવિવાર

આગામી ૨૩ એપ્રિલે રાજ્યમાં ૧૬મી લોકસભાની ચૂંટણી માટે ૨૬ બેઠકોનું મતદાન થવાનું છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં નવા ૧૭ હજાર મતદારો નોંધી દેવાયા છે. આવતીકાલે મતદાન નોંધણીનો છેલ્લો દીવસ છે.

ત્યારબાદ કોઈ નવા નામ ઉમેરાશે નહીં કે ચૂંટણીકાર્ડ હોવા છતાં મતદાર યાદીમાં નામ નહીં હોય તો મતદાન કરી શકાશે નહીં. જેથી જિલ્લાના નાગરિકોએ મતદાર યાદી ચકાસી નામ નોંધાવવા માટે આ છેલ્લી તક હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવી દેવાયું છે. 

ગુજરાતની ૧૯૬૦માં અલગ અલગ રાજ્યની સ્થાપના થઈ ત્યારથી ૨૦૧૪ સુધીની લોકસભા ચૂંટણીઓમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને સંસદમાં પ્રતિનિધિત્વ કરવા પોતાના મતક્ષેત્રના ઉમેદવારને ચુંટીને મોકલ્યા છે. 

જો મતદાર પાસે ફોટા સાથેનું ઓળખપત્ર હશે પણ મતદાર યાદીમાં નામ નહીં બોલતું હોય તો તેવા મતદારને મતાધિકાર નથી મળતો  માટે મતદારોએ ફોટા સાથેનું ઓળખકાર્ડ કાઢવા સાથે મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં તે પણ જોવું જરૃરી છે.  

જો ફોટોવાળુ ચૂંટણીર્કાર્ડ હશે  પરંતુ યાદીમાં નામ નહીં હોય તેવા મતદારોએ ૨૫ માર્ચ સુધી મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૧૯ની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેઓએ ફોર્મ નંબર ૬ ભરીને મતદાર યાદીમાં નામ નોંધાવવું જરૃરી છે.

ત્યારે આવતીકાલે મતદાર નોંધણીનો છેલ્લો દિવસ હોવાથી જિલ્લાના નાગરિકોએ મતદારયાદી ચકાસીને પોતાના નામ નોંધાવવા તેમજ નવા મતદારોએ પણ યાદીમાં નામ સમાવવું હશે તો આ છેલ્લી તક છે ત્યારબાદ લોકસભાની ચૂંટણી માટે મતદાન કરી શકશે નહીં. હાલની સ્થિતિએ જિલ્લામાં તા.૧ જાન્યુઆરી બાદ નવા ૧૭ હજાર જેટલા મતદારોનો ઉમેરો થયો છે. 

ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે અત્યાર સુધીમાં લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને રાજકીય પક્ષોને પણ મતદારયાદી ખરાઈ કરવા માટે મોકલી આપવામાં આવી હતી. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ot1CRM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages