લોકસભાની ચૂંટણી પ્રચારમાં રાહુલ-સોનિયા, પ્રિયંકા, મનમોહનસિંઘ અને હાર્દિક પટેલ સ્ટાર પ્રચારકો રહેશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

લોકસભાની ચૂંટણી પ્રચારમાં રાહુલ-સોનિયા, પ્રિયંકા, મનમોહનસિંઘ અને હાર્દિક પટેલ સ્ટાર પ્રચારકો રહેશે



ગાંધીનગર,તા. 24 માર્ચ 2019, રવિવાર

આગામી મહિને યોજાનારી લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે કોંગ્રેસે તેના 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી છે આ યાદી કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલી અપાઇ છે સ્ટાર પ્રચારકો માં સૌથી ટોપ ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી છે ત્યારબાદ બીજું નામ UPAના ચેરપર્સન અને રાહુલના માતા સોનિયા ગાંધી આવે છે ત્રીજું નામ ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહનસિંઘનું છે.

ત્યારબાદ લોકસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનું નામ છે આ ઉપરાંત સ્ટાર પ્રચારકોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ બબ્બર, અજય કુમાર ગુલામ નબી આઝાદ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલોટ, નવજોતસિંહ સિંધુ, ભુપેન્દ્રસિંહ ગુડા, તેજસ્વી યાદવ, રાજીવ શુક્લાનો સમાવેશ થાય છે.

જોકે આ બધામાં સૌથી વધારે ધ્યાન ખેંચે એવી બાબત હાર્દિક પટેલના નામ પર છે તાજેતરમાં જ કોંગ્રેસમાં આવેલા આ પાટીદાર યુવા નેતાને કોંગ્રેસે પોતાની સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપ્યું છે હાર્દિક પટેલનો ઉપયોગ ખાસ કરીને યુપી અને બિહાર જેવા હિન્દીભાષી રાજ્યોમાં કરાશે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ જાહેર સભા અને રોડ શો કરવા માટે આવશે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OrFJ5i

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages