(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા.26 માર્ચ 2019,મંગળવાર
ગુજરાત ભાજપના માજી મંત્રી નરોત્તમ પટેલના પુત્ર અને તેમના બાગીદારો દ્વારા ફ્લેટ હોલ્ડરો પાસે કરોડો રૂપિયા ઉઘરાવીને તેમની સાથે છેતરપીંડી કરી હોવાનો આક્ષેપ ફ્લેટ ધારકોએ કર્યો છે. ફ્લેટનું બાંધકામ તકલાદી હોવા ઉપરાંત રહેવાસીઓ માટે જોખમી હોવાની વારંવારની રજુઆત બાદ પણ કોઈ કામગીરી થઈ નથી.
અધુરા બાંધકામ છતાં મ્યુનિ. તંત્રએ બીયુસી આપી દીધી છે અને ફરિયાદ છતાં તંત્ર કોઈ કામગીરી કરતું ન હોવાનો આક્ષેપ પત્રકાર પરિષદમાં કરવામાં આવ્યો હતો.
સુરતના અલથાણ વિસ્તારમાં માજી મંત્રી નરોત્તમ પટેલના પુત્ર કિર્તી પટેલ તથા તેમના ભાગીદાર દ્વારા એસ. કે કોર્પેરેશનન નેજા હેઠળ એક કરોડના એક ફ્લેટ બના વીને ગ્રાહકોને વેચ્યા હતા. ફ્લેટ આપ્યા ત્યારે સ્વીમ પેલેસમાં દરેક ફ્લેટમાં અલાયદો સ્વીંગપુલ સહિતની ફેસેલીટી આપવાનો વાયદો કરવામાં આયો હતો.
નવ વર્ષ પહેલા પ્રોજેકટ શરૂ થયો છતાં બિલ્ડર પેઢીના ભાગીદારોમાં ખટરાગ થતાં મામલો કોર્ટમાં ગયો તેનો ભોગ રહીશો બન્યા છે તેવી વાત પત્રકાર પરિષમદાં ફ્લેટમાં રહેતાં રહીશોએ કરી હતી.
રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, મંત્રીના પુત્ર તથા અન્ય બિલ્ડરોએ મોટા સપના બતાવીને પૈસા લીધા હતા પણ બાંધકામ તકલાદી છે અને જોખમી પણ છે. આવા અધુરા બાંધકામની મ્યુનિ. તંત્રએ બી.યુ. પરમીશન પણ મેળાપીપણામાં આપી દીધી છે.
આટલું જ નહીં પરંતુ હવે બિલ્ડર દ્વારા ફ્લેટ ધારકો પાસે વધારાના પૈસાની માગણી કરવામાં આવી રહી છે. અને એ વિંગનું ટેરેસ પણ પચાવી પાડીને ગાર્ડન બનાવી દેવાયો છે. મોકાના જગ્યા પર હવે નવ વર્ષ પહેલાં ફ્લેટ લીધા તેવા ફ્લેટ ધારકોને હેરાન કરવામા ંઆવી રહ્યાં હોવાથી આગામી દિવસોમાં ગ્રાહક સુરક્ષામાં પણ રહીશો મામલો લઈ જશે તેવી વાત કરવામાં આવી હતી.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CHbsux
No comments:
Post a Comment