
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 27 માર્ચ 2019 બુધવાર
વેપારીઓ તરફથી જોબવર્ક નહીં મળતું હોવાને કારણે શહેરના ડાઇંગ પ્રોસેસિંગ એકમોમાં અત્યારે અઠવાડિયામાં બે રજાનો અમલ ચાલી રહ્યો છે. હોળી ધુળેટી પછી લગ્નસરાની સિઝન હોવા છતાં, તૈયાર માલમાં ઘરાકી નહીં હોવાને કારણે વેપારીઓએ નવા પ્રોગ્રામો આપવાનું અત્યારે ઓછું કરી દીધું છે. વળી કારીગર વર્ગની કમી હોવાને કારણે, પણ ડાઇંગ પ્રોસેસિંગ એકમોમા કામકાજો ઘટી ગયા છે.
હોળી-ધૂળેટીના તહેવાર પછી ટેક્સટાઇલના વેપારમાં સુધારો આવશે, એવી શક્યતાઓનો જોકે અત્યારે છેદ ઊડી ગયો છે. અત્યારે દેશભરમાં ચૂંટણીને કારણે માહોલમાં ગરમાટો આવ્યો છે. વેપારી કામકાજો ઓછા થયા છે અને તેને કારણે બહારગામની ખરીદી પર પણ અસરો આવી હોઇ વેપારી વર્ગ ખપપુરતી ખરીદીને લઈને નવો માલ તૈયાર કરવાનું જોખમ ખેડતા નથી.
તૈયાર માલમાં ખરીદી નીકળે, ખાસતો ગોડાઉનો અને દુકાનોમાંનો સ્ટોક ઓછો થાય તો નવા પ્રોગ્રામ આપવાનું કામ આગળ વધી શકે એમ છે અત્યારે તો વેપારીઓએ નવા પ્રોગ્રામો આપવાનું અટકાવી દીધું છે. પરિણામે મિલોએ અઠવાડિયામાં બે રજાનો અમલ કરવો પડી રહ્યો છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V0UNt8
No comments:
Post a Comment