નરાધમ બાપે 16 વર્ષની દીકરી સાથે બળાત્કાર કરતા ફરિયાદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

નરાધમ બાપે 16 વર્ષની દીકરી સાથે બળાત્કાર કરતા ફરિયાદ

(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા.26 માર્ચ 2019,મંગળવાર

અડાજણમાં રહેતા નરાધમ બાપે ૧૬ વર્ષની માસુમ દિકરીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધીને કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા સગા બાપ સામે દિકરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અડાજણના શ્રમજીવી વિસ્તારમાં રહેતા એક પરિવારના સગાબાપ  રાકેશે (નામ બદલ્યુ છે) ૨૦૧૫ના અરસમાં એક દિવસ ૧૬ વર્ષની દિકરીને બેડરૂમમાં ખેચી જઇને તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાધ્યા બાદ આ બાબતે કોઇને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

બાપના ત્રાસથી દિકરી ઘર છોડીને ચાલ્યા જતા દિકરીને ફોન કરીને તુ મારી જાન છે, ઘરે પાછી આવી જા, આ બધી વાતો હું તને કરુ છુ, તેની જાણ તારી મમ્મી કરતી નહીં, નહીં તો હું તને જાનથી મારી નાંખીશ. તેવી અવાર નવાર ધમકીઓ  આપતો હતો. ત્યારબાદ ૨૩-૫-૧૮ ના રોજ નરાધમ બાપે દિકરીની મરજી વિરૂધ્ધ ફરી શરીર સંબંધ બાધ્યો હતો.

સગા બાપની આવી વિકૃત હરકતોથી ત્રાસી જઇને આખરે દિકરીએ અડાજણ પોલીસ સ્ટેશનનું શરણું લેતા પોલીસે બળાત્કાર તથા ધ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસુઅલ ઓફ્રેનસીસ એકટ- ૨૦૧૨ મુજબ એકટ હેઠળ ગુનો દાખલ કરીને બાપની ધરપકડ કરી હતી.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V7xygQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages