સીબીએસઈના ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે ગણિતમાં પણ પ્રેક્ટિકલ એસેસમેન્ટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

સીબીએસઈના ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે ગણિતમાં પણ પ્રેક્ટિકલ એસેસમેન્ટ

વડોદરા,તા.11.માર્ચ,2019,સોમવાર

સીબીએસઈ(સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)ર્દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ધો.૧૨ના ગણિત વિષયમાં પણ પ્રેક્ટિકલ  એસેએસમેન્ટના ૨૦ માર્કસ રહેશે.

અત્યાર સુધી ગણિત, પોલિટિકલ સાયન્સ અને લિગલ સ્ટડીઝ જેવા વિષયોમાં વિદ્યાર્થીઓને ૧૦૦ માર્કસનુ પેપર આપવાનુ રહેતુ હતુ પણ આ વિષયોમાં પણ હવે ૨૦ માર્ક પ્રેક્ટિકલ એસેએસમેન્ટના રહેશે.

સેન્ટ્રલ બોર્ડનુ સંચાલન કરનાર કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયનુ કહેવુ છે કે વિદ્યાર્થીઓનો લર્નિંગ એક્સપિરિયન્સ અને વિચારવાની શક્તિ વધારવા માટે  આ પ્રકારનો ફેરફાર કરવો જરુરી છે.ઉપરાંત ૨૦૧૭-૧૮માં થયેલા નેશનલ એસેેસમેન્ટ સર્વેના ભાગરુપે મેથેમેટિક્સ, સાયન્સ, સોશ્યલ સાયન્સ અને અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓનો જે દેખાવ રહ્યો છે તે જોતા લાગે છે કે તેમના દેખાવમાં હજી પણ સુધારો થઈ શકે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે નવી સ્કીમના ભાગરુપે બોર્ડ પરીક્ષાની પેપર સ્ટાઈલ પણ બદલાશે.નવા ફેરફાર પ્રમાણે પેપરમાં ૨૫ માર્કસના એમસીક્યુ પૂછવાશે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NXiv6W

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages