વડોદરા,તા.11.માર્ચ,2018,સોમવાર
ધો.૧૨ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આજે ભૂગોળના પ્રશ્નપત્રમાં એક વિદ્યાર્થિની કાપલી કરતા પકડાઈ હતી.
શહેરના સૂરસાગર ખાતે આવેલા સ્ત્રી અધ્યાપન મંદિરમાં આ ઘટના બની હતી.જેમાં એક વિદ્યાર્થિની કાપલીમાંથી જવાબ લખી રહી હતી.દરમિયાનમાં પરીક્ષા સ્થળ પર મોજૂદ સરકારી પ્રતિનિધિનુ ધ્યાન સીસીટીવી પર ગયુ હતુ.
સીસીટીવીમાં આ વિદ્યાર્થિની કાપલીમાંથી લખી રહેલી દેખાઈ હતી.વિદ્યાર્થિની જે રુમમાં બેઠી હતી ત્યાં જઈને વધુ તપાસ કરતા તેની પાસેથી કાપલીઓ મળી આવી હતી.જેના પગલે વિદ્યાર્થિનીની સામે પરીક્ષામાં ચોરી કરવા બદલની કાર્યવાહી કરવામાં આવી હતી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2F76itG
No comments:
Post a Comment