
નવી દિલ્હી, 29 માર્ચ 2019, શુક્રવાર
આરોપીને પકડવા માટે ઘણીવાર પોલીસ વોંટેડના પોસ્ટર છપાવતી હોય છે કે જેની મદદથી આરોપી તુરંત પકડાઈ જાય. આ પોસ્ટરમાં પોલીસ આરોપીના ફોટો સાથે ઈનામની રકમ, તેણે કરેલા ગુનાની વિગતો લખે છે. પરંતુ ચીનની પોલીસએ એક વિચિત્ર પોસ્ટર છપાવ્યું છે જેમાં તેમણે આરોપીનો નાનપણનો ફોટો લગાવી દીધો. પોલીસની આ હરકત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
ચાઈના પોલીસએ જી કિંધાઈ નામના આરોપીના નાનપણનો ફોટો પોસ્ટર પર લગાવ્યો છે. આ ઘટના ચીનના ઝેનકોંન શહેરમાં બની છે. આ આરોપી ભીડભાડ હોય તે જગ્યાઓ પર ઉપદ્રવ મચાવે છે. પોલીસને જ્યારે આ આરોપીની તસવીર ન મળી તો તેણે આરોપીના નાનપણનો ફોટો લગાવી પોસ્ટર છપાવી દીધા.
પોલીસએ આ મામલે સ્પષ્ટતા પણ કરી છે કે આરોપીના ફીચર નાનપણમાં હતા તે જ છે, તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેના આંખ, કાન, નાક, આઈબ્રો નાનપણમાં હતા તેવા જ હોવાથી તે આ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે સોશિયલ મીડિયા પર આ ઘટનાની મજાક બનતા પોલીસે આ તસવીર હટાવી અને પોતાની હરકત પર માફી પણ માંગી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JNTGM6
No comments:
Post a Comment