આ છે દુનિયાનો સૌથી નાનો ટાપુ, સાઈઝ જાણી થશે આશ્ચર્ય - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 30 March 2019

આ છે દુનિયાનો સૌથી નાનો ટાપુ, સાઈઝ જાણી થશે આશ્ચર્ય


ન્યૂયોર્ક, 29 માર્ચ 2019, શુક્રવાર

દુનિયામાં એવા અનેક ટાપુ છે જે પોતાની સુંદરતાથી લોકોનું મનમોહી લે છે. પરંતુ આજે જે ટાપુ વિશે તમને જાણવા મળશે તેના વિશે જાણી તમને આશ્ચર્ય થશે. આ ટાપુ દુનિયાનો સૌથી નાનો ટાપુ છે અને તેની સાઈઝ એક ટેનિસ કોટ બરાબર છે. આ ટાપુ એટલું નાનું છે કે તેની કલ્પના પણ તમે કરી નહીં હોય.

આ ટાપુ ન્યૂયોર્કના એલેક્જેડ્રિયા બાય પાસે આવેલો છે. આ ટાપુનું નામ જસ્ટ રુમ ઈનફ છે. નામની જેમ જ આ ટાપુ પર એક જ મકાન અને એક ઝાડ આવેલું છે. આ વાત જાણી તમે કલ્પના કરી શકો છો કે આ ટાપુ કેટલો નાનો હશે. આ ટાપુનો વિસ્તાર 3300 સ્ક્વેર ફૂટ છે. 

દુનિયાભરમાં અંદાજે 2000થી વધારે ટાપુ આવેલા છે. આ ટાપુ તેમાંથી જ એક છે. આ ટાપુનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. તેનું કારણ છે આ ટાપુની સાઈઝ. આ ટાપુ પર પહેલા કંઈ જ ન હતુ અને તેને હબ આયલેન્ડ નામથી ઓળખવામાં આવતો. પરંતુ વર્ષ 1950માં એક પરીવારએ તેને ખરીદી લીધો અને તેના પર એક ઘર બનાવ્યું અને એક ઝાડ ઉગાડ્યું. 




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YAonbd

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages