પુત્ર જન્મના 26 દિવસ બાદ મહિલાએ આપ્યો બે બાળકોને જન્મ ! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 30 March 2019

પુત્ર જન્મના 26 દિવસ બાદ મહિલાએ આપ્યો બે બાળકોને જન્મ !


નવી દિલ્હી, 29 માર્ચ 2019, શુક્રવાર

દુનિયામાં આમ તો સાત અજાયબીઓ જ છે. પરંતુ ક્યારેક એવી ઘટનાઓ બને છે જે અજાયબી જેવી જ હોય છે. આવી જ એક ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં જે બન્યુ છે તે દુર્લભ છે અને તેની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. આ ઘટના બની છે બાંગ્લાદેશમાં અહીંની એક મહિલા બાળકોને જન્મ આપી દુનિયાભરમાં પ્રખ્યાત થઈ છે. દુનિયાભરમાં ચર્ચા થવાનું કારણ પણ આજ સુધી તમે સાંભળ્યુ નહીં હોય તેવું છે. આ મહિલાએ એક દીકરાના જન્મના 26 દિવસ બાદ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો છે. 

20 વર્ષીય આરિફા સુલ્તાનાને ગત 22 માર્ચના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તેણે એક દીકરી અને દીકરાને જન્મ આપ્યો, ખાસ વાત એ છે કે આ મહિલાએ ગત 25 ફેબ્રુઆરીના રોજ એક પુત્રને જન્મ આપ્યો હતો. હોસ્પિટલના સુત્રોના જણાવ્યાનુસાર આ મહિલાના પેટમાં બે ગર્ભાશય છે. એટલે કે પહેલા દીકરાનો જન્મ એક ગર્ભાશયમાંથી થયો જ્યારે અન્ય બેનો જન્મ 26 દિવસ બાદ બીજા ગર્ભાશયમાંથી થયો છે. મહિલા હાલ સંપુર્ણપણે સ્વસ્થ છે. નિષ્ણાંતોના મતાનુસાર બે ગર્ભાશય હોવા તે દુર્લભ ઘટના છે અને આવી ઘટના વિશે અગાઉ ક્યારેય જાણવા મળ્યું નથી. આ ત્રણ બાળકોનો પિતા મજૂરી કામ કરે છે અને મહિને 5 હજાર રૂપિયા કમાય છે. 




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2THrmL1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages