વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે ડમ્પરે બાઇકને કચડયું, પત્નીનું મોત, પતિને ઇજા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે ડમ્પરે બાઇકને કચડયું, પત્નીનું મોત, પતિને ઇજા

વડોદરા,તા.30 માર્ચ 2019,શનિવાર

વડોદરામાં ટ્રાફિક પોલીસ અને આરટીઓની ખુલ્લેઆમ હપ્તાખોરીના કારણે લક્ઝરી બસ, ડમ્પર, છકડાઓ જેવા ખાનગી વાહનો નીતિ નિયમોનો ભંગ કરીને બેફામ દોડી રહ્યા છે જેના કારણે વડોદરામાં રોજ બે ચાર અકસ્માત થઇ રહ્યા છે અને નિદોર્ષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના શુક્રવારે મોડી રાત્રે સમા તળાવ પાસે બની હતી. એક ડમ્પરે બાઇક સવાર દંપતીને કચડયુ હતું જેમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત થયુ હતું જ્યારે પતિને ઇજા થતા તે સારવાર હેઠળ છે.

આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર સમા-સાવલી રોડ પર આવેલ સંસ્કૃત રેસિડન્સીમાં રહેતા કમલેશ જયશંકરભાઇ સુથાર (ઉ.૩૯) તેમના પત્ની દક્ષાબેન સાથે અભિલાષા ચાર રસ્તા પાસે રહેતા તેમના સાઢુભાઇને ત્યાં ગયા હતા અને ત્યાંથી રાત્રે એક વાગ્યાના અરસામાં તેઓ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન તેઓ સમા તળાવ નજીક ત્રણ રસ્તા પર આ દંપતી પહોંચ્યુ હતુ તે સમયે જ રોડની સામેની તરફથી એક ડમ્પર તિવ્ર ગતિથી ડિવાઇડર કુદાવીને તેમની તરફ ધસી આવ્યુ હતું. કમલેશભાઇ કશુ વિચારે તે પહેલા તો ડમ્પરે તેમને અડફેટે લઇ લીધા હતા જેમાં દક્ષાબેન ડમ્પરના વ્હિલ નીચે જ ચગદાઇ જતા ઘટના સ્થળે જ તેમનું મોત થયુ હતું.

ઉલ્લેખનિય છે કે વડોદરામાં છેલ્લા બે મહિનામાં ડમ્પરના કારણે બે મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. એક બનાવ ફતેગંજ બ્રિજ પર બન્યો હતો જેમાં ડમ્પરની અડફેટે બાઇક ચાલક યુવકનું મોત થયુ હતું. બીજો બનાવ આરાધના સિનેમા પાસેે બન્યો હતો જેમાં ડમ્પરે એસયુવી કારને અડફેટમાં લેતા મુંબઇની મહિલાનું મોત થયુ હતુ અને કાલે મોડી રાત્રે સમા તળાવ પાસે ડમ્પરે એક મહિલાને કચડી નાખી છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V3zRS5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages