૮૦ વર્ષની વૃધ્ધાના દાગીના ઉતરાવી લૂંટારાએ ૧૦૦ રૃપિયા રિક્ષાભાડુ આપ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

૮૦ વર્ષની વૃધ્ધાના દાગીના ઉતરાવી લૂંટારાએ ૧૦૦ રૃપિયા રિક્ષાભાડુ આપ્યું

 વડોદરા,તા,30,માર્ચ,2019,શનિવાર

કારમાં આવેલા યુગલને સરનામું બતાવવા માટે તેમનીજ કારમાં બેસીને વૃધ્ધ મહિલા ગયા હતાં પરંતુ ઠગ યુગલે થોડે દૂર જઇને વૃધ્ધાના શરીર પરથી દાગીના ઉતારી લીધા હતા જે અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, વાઘોડિયા રોડ પર રહેતા ૮૦ વર્ષના દ્વારા કાંતાબેન આજે સવારે પૂનમ કોમ્પલેક્ષ પાસેના મંદિરમાં દર્શન કરવા ગયા હતાં. તે સમયે કારમાં આવેલા યુગલે વૃધ્ધને સરનામું પૂછ્યું હતું અને ત્યારબાદ યુગલના કહેવાથી  વૃધ્ધા કારમાં બેસીને જાતે સરનામું બતાવવા ગયા હતા. ડીમાર્ટથી ગાજરાવાડી તરફ જવાના રસ્તા પર વૃધ્ધાને લઇ જઇને યુગલે તેમના શરીર પરના દાગીના ઉતારી લીધા હતાં. વયોવૃધ્ધ મહિલાએ પણ કોઇ ઇન્કાર કર્યા વિના દાગીના આપી દીધા હતાં. ત્યારબાદ યુગલે ૧૦૦ રૃપિયા રીક્ષાભાડુ આપીને વૃધ્ધાને રવાના કરી ને જતા હ્યા હતાં.દાગીના બગસરાના હોય વૃધ્ધાના પરિવારજનોએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ પાણીગેટ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે. અને કારની શોધખોળ શરૃ કરી છે.

મહિલાની ઉંમર વધઉ પડતી હોય યાદશક્તિ પણ નબળી હોવાની બરાબર જવાબ આપતા નહીં હોવાનું પોલીસે જણાવ્યું હતું.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CJmH5I

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages