બિન લાદેનના પુત્ર હમઝાની માહિતી આપનારને દસ લાખ ડોલરના ઇનામની અમેરિકાની જાહેરાત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

બિન લાદેનના પુત્ર હમઝાની માહિતી આપનારને દસ લાખ ડોલરના ઇનામની અમેરિકાની જાહેરાત


વોશિંગ્ટન, તા.1 માર્ચ, 2019, શુક્રવાર

અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનની માહિતી આપનાર માટે અમેરિકાએ દસ લાખ ડોલરના ઇનામની જાહેરાત કરી છે. અમેરિકા ઓસામા બિન લાદેનના પુત્રને આતંકવાદના ઉભરતા ચહેરા તરીકે જોઇ રહ્યું છે. 

'ક્રાઉન પ્રિન્સ ઓફ જિહાદ' તરીકે ઓળખાતો હમઝા બિન લાદેન ક્યાં છે તે અંગે અનેક અટકળો ચાલે છે. હમઝા બિન લાદેન પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સિરિયા કે પછી ઇરાનમાં નજરકેદ તરીકે હોવાની શક્યતા છે. 

અમેરિકાના વિદેશ વિભાગે અલ-કાયદાના સંંદર્ભમાંં આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે હમઝા બિન લાદેન ઓસામા બિન લાદેનનો પુત્ર છે અને તે અલા-કાયદાના નવા નેતા તરીકે ઉભરી રહ્યો છે. 

અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે કોઇ પણ દેશમાં હમઝા બિન લાદેનની માહિતી આપનારને દસ લાખ ડોલરનું ઇનામ આપવામાંંં આવશે. અમેરિકાના જણાવ્યા અનુસાર હમઝા બિન લાદેન હાલમાં ૩૦ વર્ષનો છે અને તે અનેક વખત પોતાના પિતા ઓેસામા બિન લાદેનની હત્યાનો બદલો લેવાની ધમકી આપી ચૂક્યો છે. 

ઉલ્લેખનીય છે કે અમેરિકાના વિશેષ દળોએ ૨૦૧૧માં પાકિસ્તાનના અબોટાબાદમાં ઓસામા બિન લાદેનની હત્યા કરી હતી.  ૨૦૧૫માં હમઝા બિન લાદેને એક ઓડિયો જારી કરી સિરિયાના જેહાદીઓને એક થવાની અપીલ કરી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uhm222

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages