સદાબહાર મિત્ર ચીને આપ્યો પાક.ને ઝાટકો, પાકિસ્તાનથી આવતી તમામ ફ્લાઇટ રદ્દ કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

સદાબહાર મિત્ર ચીને આપ્યો પાક.ને ઝાટકો, પાકિસ્તાનથી આવતી તમામ ફ્લાઇટ રદ્દ કરી

બેઇજિંગ, તા. 2 માર્ચ 2019, શનિવાર

ચીન પાકિસ્તાનનું નજીકનું અને સદાબહાર મિત્ર છે, તેણે શુક્રવારે વડાપ્રધાન ઇમરાન ખાનને ઝાટકો આપ્યો છે. ચીની મીડિયા અનુસાર ચીને પાકિસ્તાન જતી તમામ ફ્લાઇટ રદ્દ કરી નાખી છે.

હજારો મુસાફરો અટવાઇ પડ્યાં
ચીની અધિકારીઓ અનુસાર ચીન પોતાની તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટને પ્રાદેશિક તણાવને કારણે કેન્સલ કરી રહ્યું છે. હાલ ચીન પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ નહીં કરે. પાકિસ્તાનનું એરસ્પેસ બંધ હોવાના કારણે યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયાની વચ્ચે હજારો મુસાફરો અટવાઇ પડ્યાં છે.

ચીની ફ્લાઇટ હવે ભારત, મ્યાંમાર અને સેન્ટ્રલ એશિયાના રાસ્તે ચીનમાં દાખલ થશે
મીડલ ઇસ્ટ તરફથી આવતી ફ્લાઇટ સામન્ય રીતે પાકિસ્તાન ઉપરથી ઉડતી હોય છે. હવે આ ફ્લાઇટને ભારત, મ્યાંમાર અને સેન્ટ્રલ એશિયાના રાસ્તે ચીનમાં દાખલ થશે. બેજિંગ સ્થિત કેપિટલ ઇન્ટરનેશનલ એરપોર્ટે પાકિસ્તાન તરફથી આવતી અને પાકિસ્તા જતી તમામ ફ્લાઇટને બુધવાર અને ગુરૂવાર સુધી કેન્સલ કરી નાખી છે. તેમાં કનેક્ટિંગ ફ્લાઇટ પણ સામેલ છે. ગ્લોબલ ટાઇમ્સે નોર્થ ચાઇના એર ટ્રાફિક મેનેજમેન્ટ બ્યુરોના હવાલેથી આ સમાચાર આપ્યા છે. 

22 ફ્લાઇટ પર અસર

બ્યુરો અનુસાર 22 ફ્લાઇટ દર અઠવાડિયે પાકિસ્તાન જાય છે અને ત્યાંથી આવે છે. તેમાં બે ફ્લાઇટ એર ચાઇનાની છે અને બાકીની ફ્લાઇટ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની છે. પાકિસ્તાન એરસ્પેસ બંધ થયા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને મેનેજ કરવા સકારાત્મક પગલા ઉઠાવી રહ્યાં છે. ચીને વિદેશી એરલાઇન્સની રિ-રૂટિંગ માટે પોતાની એરસ્પેસ ખુલ્લી મુકી દીધી છે. 

77 ફ્લઇટ પર પડી અસર
સીએએસીએ તમામ મુસાફરોને આદેશ આપ્યા છે કે ફ્લાઇટ સંબંધી તમામ માહિતી ચેક કરવાનું ન ભુલે. પાકિસ્તાન એરસ્પેસ ગુરૂવાર સુધી બંધ હતું. નવી નોટિસ સુધી તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક અને કોમર્શિયલ ફ્લાઇટને રદ્દ કરી નાખવામાં આવી હતી. ગુરૂવારની રાતે લગભગ 10 વાગ્યે પાકિસ્તાનની એરસ્પેસ બંધ હોવાના કારણે 28 ઘરેલું અને 49 વિદેશી ફ્લાઇટ પર અસર પડી હતી.

પાકિસ્તાને કેમ બંધ કરી એરસ્પેસ
14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. 26મી ફેબ્રુઆરીએ ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અડ્ડા પર હુમલો કર્યો. તેમાં જૈશના ઘણા આતંકવાદીઓ માર્યા ગયા. તેના કારણે જ પાકિસ્તાને પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી. તેના પછીના દિવસે એટલે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાના ફાઇટર જેટ્સ ભારતીય સરહદમાં દાખલ થયા અને બંને દેશોની વચ્ચેનો તણાવ નવા સ્તરે પહોંચી ગયો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T983yV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages