ડૂંગરમાં છુપાયેલો ખજાનો મેળવવાની લાલચમાં વૃદ્ધાએ ર૧.પર લાખ ગુમાવ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 10 March 2019

ડૂંગરમાં છુપાયેલો ખજાનો મેળવવાની લાલચમાં વૃદ્ધાએ ર૧.પર લાખ ગુમાવ્યા

ભુજ,ગુરૃવાર

ભુજ તાલુકાના બળદીયાના વૃધૃધા સાથે ર૧.પર લાખની ઠગાઈ આચરવાનો બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે. વાડીની બાજુમાં આવેલા ડુંગરમાં ખજાનો હોવાનું કહીને વિવિાધ કરવાના બહાને વારંવાર રૃપિયા પડાવી લઈ આ છેતરપીંડી આચરવામાં આવી હતી. બનાવ અંગે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાધાબેન મનજી લાલજી કેરાઈના જણાવ્યા પ્રમાણે દોઢ વર્ષ પૂર્વે દરગાહ પાસે આ ઘટના બનવા પામી હતી. ભુજના કામરૃદેશ સોસાયટીમાં રહેતા સલીમ ઉર્ફે રમઝાન , જુસબ મૌલાના અને સિકંદર જુસબ મૌલાનાએ તેણીને વિશ્વાસમાં લઈને અને કહેલ કે, તમારી વાડીની બાજુમાં આવેલ ડુંગરમાં ખજાનો છે જે મેળવવા તમારે અમુક વિિધ કરાવી પડશે, અલગ અલગ દેવતાઓના તાથા ભૂતોના નામો લઈ વિશ્વાસમાં લીધા હતા, દહીંસરાથી એક કિ.મી.ના  અંતરે આવેલી દરગાહ પર અવારનવાર સાંજના સમયે બોલાવી અને દેવતાઓને રાજી રાખવા રૃપિયા આપવાની વાત કરી હતી. અલગ અલગ સમયે રૃા.ર૭.પર લાખ મેળવી લેવાયા હતા અને લાંબા સમય ગાળા દરમિયાન તેણીને કોઈ ખજાનો કે રૃપિયા પરત ન મળતા છેતરપીંડી થઈ છે તેવું જાણતા તેમણે રૃપિયા પરત આપવાની માંગણી કરી હતી, સામાવાળા ઈસમોએ છ લાખ પરત આપી દીધા હતા જ્યારે બાકી રહેતા ર૧.પર લાખ આજદિન સુાધી નહીં આપતા માનકુવા પોલીસ માથકે ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે આ બનાવમાં ૪૦૬, ૪ર૦, ૧૧૪ મુજબનો ગુનો દાખ કર્યો છે. ઠગાઈ આચરનારા ઈસમોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HoSJHh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages