ભુજ,ગુરૃવાર
શહેરની ભાગોળે આવેલી પાલારા જેલમાં રહેલા પાકિસ્તાની પાકા કામના કેદીનું બિમારીથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.
વર્ષ-ર૦૧૭ દરમિયાન જખૌ દરિયા કિનારે ઝડપાયેલા મૌહંમદ અમીન અફઝલ આમદ ચૌધરી (ઉ.વ.૬૬) સામે જખૌ પોલીસ માથકે ફોરેન્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં કોર્ટે ત્રણ વર્ષ અને ત્રણ માસની સજા ફટકારી હતી. આ કેદીને પાલારા જેલમાં રાખવામાં આવ્યો હતો, તેની તબીયત લાથડતા સારવાર આૃર્થે પ્રાથમ ભુજ તેમજ વધુ સારવાર માટે ગત તા.ર૦/રના અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ગત રાત્રિ દરમિયાન તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અમદાવાદમાં મૃત્યુ પામેલા મોહંમદ અમીનના મૃતદેહનો વિડીયો શુટીંગ કરાવીને તેને પાકિસ્તાન મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H9FzyP
No comments:
Post a Comment