ભુજ, ગુરૃવાર
ભુંકપ બાદ વિસ્તરતા જતા ભુજને નવા વિકાસ પ્રોજેકટની તાતી જરૃર છે. ૫૬ ચો.કિ.મીમાંથી હાલે ૯૬ ચો.કિ.મીમાં ફેલાયેલા શહેર માટે ભાડાએ નવો ડીપી પ્લાન તૈયાર કરીને સરકારની મંજુરી માટે મુક્યો હતો. જેને આંશિક ફેરફાર સાથે સરકારે મંજુરી આપી દેતા શહેરના વિકાસનો માર્ગ મોકળો બન્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ભાડા દ્વારા થોડોસમય પહેલા શહેર માટે નવો ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ઘનશ્યામનગર, હિંગલાજ સોસાયટી, સંતોષ સોસાયટી સહિતના વિસ્તારને શૈક્ષણિક ઝોનમાંથી મુક્તિ આપવા સહિતની દરખાસ્ત કરાઈ હતી. જે સરકારે મંજુર કરતા અહીં વિસ્તારમાં કિંમતી જમીનનો વિકાસ થઈ શકશે.સુત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તારોના રહેવાસીઓ પોતાના પ્લોટમાં માત્ર અત્યારસુાધી ૩૦ ટકા બાંધકામ જ કરી શકતા હતા.જેના કારણે ગેરકાયદે બાંધકામ પણ વધ્યું હતું. પરંતુ હવે સરકારે આ વિસ્તારોને બાકાત કરતા અહીં લોકો પ ોતાની જમીનનો પુરતો ઉપયોગ કરી શકશે. તાથા જમીન વેચાણમાં પણવાધારો થશે. નવા ડીપી પ્લાન મુજબ હવેાથી ભુજીયા ડુંગળની તળેટીની આસપાસનો વિસ્તાર રિક્રેએશન ઝોનમાં સમાવિષ્ટ કરાયો છે. જેાથી હવેાથી આ વિસ્તારમાં થતા બાંધકામને ચોક્કસ નિયમો લાગુ પડશે.નક્કી કરાયેલી ઉંચાઈ સહિતના નિયમો લાગુ પડશે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hb9RRO
No comments:
Post a Comment