જીયાપરથી મંગવાણા ગઢશીશા હાઈવે માત્ર લોકોના ચાલવાથી તૂટવા માંડયો! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

જીયાપરથી મંગવાણા ગઢશીશા હાઈવે માત્ર લોકોના ચાલવાથી તૂટવા માંડયો!

ભુજ, બુાધવાર 

જીયાપરાથી મંગવાણા ગઢશીશા હાઈવે ગણતરીના દિવસ પહેલા બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમાં તમામ નિયમોને નેવે મુકીને સરકારી બાબુઓની મિલીભગતાથી એજન્સીએ અત્યંત હલકીકક્ષાનું કામ કરતા આસપાસના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ કરોડોના ખર્ચ બનેલા રોડમાં જે રીતે ખાયકી કરાઈ છે. તે જોતા લોકોમાં પણ  નવાઈ ઉભી થઈ છે.વર્ષોબાદ બનેલા રસ્તામાં એક ટકો પણ ટકાઉ કામ કરાયું નાથી.ડામરનું તો નામોનિશાન ન હોય તેમ પગાથી પણ તેના પર જો જોરાથી પ્રહાર કરવામાં આવે તો રસ્તો તુટી રહ્યો છે. મોટરસાઈકલ ચલાવવાથી પણ સાઈડાથી રસ્તો નીકળતો જતો હોવાથી લોકોએ આ રસ્તા બનાવાનાર સામે ભારે રોષ ઠાલવ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે,હજુ રસ્તો બન્યા ભેગા જ જો તુટવા મંડી રહ્યો છે તે સરકારી તંત્રની ખાયકી દર્શાવે છે. રસ્તા પર રોલર પણ ફેરવવામાં આવ્યું નાથી. પ્રાથમ ચોમાસામાં જ રસ્તો ધોવાઈ જાશે તેવી પ્રબળ આશંકા છે ત્યારે કલેકટર આ રસ્તા બનાવાનાર નિંભર સરકારી અિધકારીઓ સામે જાત મુલાકાત લઈને તપાસ કરે તેવી માંગણી કરાઈ છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FL8Ttm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages