ભુજ,શનિવાર
ગાંધીધામ તાલુકાના પડાણા નજીક પોલીસે પૂર્વ બાતમીના આાધારે પોલીસે ૩૯ લાખનો ઈંગ્લીશ દારૃનો જથૃથો ઝડપી પાડયો છે. આ બનાવમાં મહિલા સહિત આઠ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.
આગામી લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે એકયા બીજી રીતે બુટલેગરો દારૃ કચ્છમાં ઘુસાડી રહ્યા છે. તાજેતરમાં પાસા હેઠળ જેલમાં ધકેલાયેલા શિવરાજસિંહ મદનસિંહ શેખાવતનો દારૃનો જથૃથો કચ્છમાં આવી રહ્યો છે તેવી બાતમી મળતાં એલસીબી અને એસઓજીની ટીમે વોંચ ગોઠવીને રાત્રિના પોણા બાર વાગ્યે પડાણા હાઈવે પર ટ્રક નંબર જી.જે.૧૬ એક્સ ૭૮૭૭ને ચેક કરતા તેમાંથી ઈંગ્લીશ દારૃની બોટલ ૧૦૬૯ર કિંમત રૃા.૩૭,૮૯,૦૦૦ તેમજ બીયરના ટીન નં.૧૧૭૬ રૃા.૧,૧૭,૬૦૦નો મળી આવ્યા હતા. ચાલક નાસી છુટયો હતો. દારૃની પાયલોટીંગ કરતી કાર નંબર જી.જે.૧ર બી.પી.૮૦રને ઝડપી પડાઈ છે. પોલીસે ૧૦ મોબાઈલ સહિત પ૯,પ૬,૬૮૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ બનાવમાં નૈયના વિઠ્ઠલભાઈ બારોટ, ધૈર્યસિંહ ચંદ્રસિંહ પરમાર, મહેશ ઉર્ફે લેમન મ્યાજર આહિર, રમેશકુમાર જગતપાલ બિશ્નોઈ, સરદારસિંહ હરીસિંહ રાઠોડ, મહેશ કાના આહિર, જગદીશ પરબત કોલી, રાજકુમાર મંગતુરામ સૈનીને પકડી પાડવામાં આવ્યા છે. દારૃનો જથૃથો શિવરાજસિંહે મંગાવેલ હતો અને હરિયાણાના રવિન્દ્રે મોકલાવેલ હોવાનું બહાર આવવા પામ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં તમામ ઈસમોને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HXC7XH
No comments:
Post a Comment