ગુજરાતમાં દર ત્રીજા વ્યક્તિના શરીરમાં ક્ષયરોગના વાયરસ છે! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

ગુજરાતમાં દર ત્રીજા વ્યક્તિના શરીરમાં ક્ષયરોગના વાયરસ છે!

અમદાવાદ, શનિવાર 

આપણી આસપાસના કોઈ વ્યક્તિ અસામાન્ય ઉાધરસ ખાતા હોય એટલે તેને ટીબી થયો હોવાની સહજ શંકા થઈ આવે છે. આવતીકાલે રવિવારે વિશ્વ ક્ષયરોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં દર ત્રીજા વ્યક્તિના શરીરમાં ક્ષયરોગના વાયરસ હોવાનું તબીબી સુત્રો જણાવી રહ્યા છે! અલબત, આ વાયરસ સુષુપ્ત અવસૃથામાં હોવાથી ચેપગ્રસ્ત વ્યક્તિને પોતાને પણ તેનો ખ્યાલ આવી શકતો નાથી. પરંતુ અનુકૂળ વાતાવરણ મળતા જ આ વાયરસ સક્રિય થઈ જાય છે.

ટીબીના ટૂંકા નામાથી ઓળખાતા ક્ષયરોગને નાથવા માટે વર્લ્ડ હેલૃથ ઓર્ગેનાઈઝેશન સહિતની આરોગ્ય સંસૃથાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડબલ્યુએચઓના ર૦૧૮ના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વિશ્વમાં ર૦૧૭ના ફક્ત એક જ વર્ષમાં ટીબીના એક કરોડ નવા કેસ નોંધાયા હતા. જેમાં પ૮ લાખ પુરૃષો, ૩ર લાખ સ્ત્રીઓ અને ૧૦ લાખ બાળકોનો સમાવેશ થાય છે. આ વર્ષ દરમિયાન જ ટીબીના ચેપગ્રસ્ત લોકો પૈકી ૧૬ લાખ લોકોના મોત નિપજ્યા હતા. તેમાં ૩ લાખ દર્દીઓ ટીબીની સાથે એચઆઈવીથી પણ પીડાતા હતા.

સંસૃથાઓના સર્વેક્ષણમાં એવી વાત પણ બહાર આવી છે કે, વિશ્વમાં આશરે ર૦૦ કરોડ લોકોમાં ક્ષયરોગના વાયરસ છે. વર્લ્ડ હેલૃથ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ અનુસાર વિશ્વમાં દરરોજ ૪પ૦૦ લોકોના ક્ષયરોગના કારણે મોત થાય છે. તાથા દરરોજ ૩૦ હજાર નવા લોકો ટીબીનો શિકાર બને છે. ખાસ કરીને વિકસી રહેલા દેશોના લોકો તેનો વધુ ભોગ બને છે. ક્ષય રોગ મટાડવો મૂશ્કેલ છે તેમ તેના મુળિયા પણ ખુબ જ ઉંડા છે. આ રોગ આશરે ચાર હજાર વર્ષાથી વાધારે જૂનો હોવાનું કહેવાય છે. ઈજીપ્તમાં સચવાયેલા મમીઓમાં તેની નિશાનીઓ જોવા મળી છે. જો કે ડોટ્સ તરીકે ઓળખાતી ડાયરેક્ટલી ઓબ્ઝર્વ્ડ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્ષની સારવાર પદ્ધતિ દ્વારા આ રોગને મટાડી શકાય છે. તબીબી સુત્રો કહે છે કે, ભારત અને ગુજરાતમાં ટીબીનો ફેલાવો ચિંતાજનક હદે થઈ રહ્યો છે. ખાસ કરીને વાધી રહેલા ધુમ્રપાન ઉપરાંત હવામાં વાધી રહેલા ધુમાડા અને રજકણો સહિતના પ્રદૂષણ, અખાદ્ય પદાર્થોનું સેવન વગેરે બાબતો તેના માટે જવાબદાર છે. ટીબીનો ભોગ બનેલા લોકોના સંસર્ગમાં આવવાથી પણ તેનો ચેપ લાગી શકે છે. ક્ષયરોગ સક્રિય અને નિષ્ક્રીય એમ બે પ્રકારનો હોઈ શકે છે. ગુજરાતમાં દર ત્રીજા વ્યક્તિના શરીરમાં ટીબીના વાયરસ હોય છે, પણ આ નિષ્ક્રીય ક્ષયરોગ છે. જે ગમે ત્યારે સક્રીય થઈ શકે છે.

સક્રિય ટી.બી. હોવાના પ્રાથમિક ચિન્હો

બે સપ્તાહ કરતા વધુ સમયાથી ઉાધરસ આવવી

સતત તાવ આવવો

રાતના સમયે પરસેવો થવો

થાક લાગવો

લોહીની ઉલટી થવી

શરીરનું વજન ઘટવું

મટે નહીં તેવો દુઃખાવો થવો



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2usxXyK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages