ભુજ,શનિવાર
ભારતીય ગુપ્તચર એજન્સીઓના અહેવાલો મુજબ કચ્છ સરહદેથી માંડ ૯૦ કિલોમીટર દુર પાકિસ્તાનમાં ચાઈનીઝ આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ગુપ્તચર અહેવાલોમાં જણાવ્યા મુજબ ચીને સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં થાર વિસ્તારમાં આવેલી કોલસાની ખાણની સુરક્ષા માટે પીપલ્સ લીબરેશન આર્મીના જવાનો તૈનાત કર્યા છે. આ ખાણ આંતરરાષ્ટ્રીય સીમાથી ૯૦ કિલોમીટર દુર આવેલી છે.
ચાઈના પાકિસ્તાન ઈકોનોમીક કોરિડોર(સીપીઈસી) અંતર્ગત સિંધ અને બ્લુચિસ્તાનમાં ચીનના અનેક પ્રોજેકટ ચાલે છે. આ પ્રોજેકટ સામે સ્થાનિક લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે જેથી ચીને તેના પ્રોજેકટની સુરક્ષાના હેતુથી તેનું લશ્કર તૈનાત કર્યુ છે. ચીની દળોની આ મુવમેન્ટ ભારતના બોર્ડર સીકયુરીટી ફોર્સના ધ્યાને આવી છે. ચાઈના પાકિસ્તાન ઈકોનોમીક કોરિડોર ૩ હજાર કિલોમીટર લાંબો છે. સીપીઈસીની સુરક્ષા માટે બંને દેશોના મળી ૧૭ હજાર આર્મીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જેમાંથી ૪ હજાર જવાનો પાકિસ્તાનના સ્પેશ્યિલ ફોર્સના છે. પાકિસ્તાની લશ્કર ઉપર ભરોસો ના હોવાથી ચીને તેના કર્મચારીઓની સુરક્ષા માટે પીએલએ ના જવાનો તૈનાત કર્યા છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uBPmFD
No comments:
Post a Comment