ભારત સરહદે 'શાંતિ' જાળવે તો મસૂદને આતંકી જાહેર થવા દો : પાક.ની ચીનને વિનંતી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 30 March 2019

ભારત સરહદે 'શાંતિ' જાળવે તો મસૂદને આતંકી જાહેર થવા દો : પાક.ની ચીનને વિનંતી


ખરડાઈ રહેલી ઈમેજ સુધારવા ભારત સાથે મંત્રણા કરવા પાક. સરકાર બેતાબ : પાકિસ્તાનના સિનિયર અધિકારીનો દાવો

એક સપ્તાહમાં ચીને સંતોષકારક જવાબ આપવો પડશે

નવી દિલ્હી, તા.28 માર્ચ, 2019, ગુરૂવાર

મસૂદ અઝહર મુદ્દે પાકિસ્તાન ઉપર સમગ્ર વિશ્વનું દબાણ સતત વધતું જાય છે. બીજી તરફ ભારતની લશ્કરી શક્તિથી પાકિસ્તાન ફફડી ગયું છે. એટલે પાકિસ્તાને ચીનને વિનંતી કરી છે કે યુએનમાં મસૂદ વૈશ્વિક આતંકવાદી જાહેર થતો હોય તો ચીન એમાં વિરોધ ન કરે. મસૂદ અઝહર વૈશ્વિક આતંકવાદી જાહેર થાય તે માટેના અમેરિકા-બ્રિટન-ફ્રાન્સે પ્રયાસો શરૃ કર્યા છે. એ પહેલાંના પ્રયાસોમાં ચીને વિટો પાવર વાપરીને મસૂદના પ્રતિબંધના પ્રસ્તાવને ટેકનિકલ હોલ્ટ ઉપર મૂકાવ્યો હતો. 

આ વખતે ચીને સુરક્ષા પરિષદના દેશોને મસૂદ ઉપર પ્રતિબંધ ન મૂકવા બાબતે સ્પષ્ટ ખુલાસો આપવો પડશે. તેની સમયમર્યાદા હવે એક સપ્તાહમાં પૂરી થશે.

એ પહેલાં ચીન તો આતંકવાદી મસૂદને બચાવવાની પેરવી કરતા જવાબો શોધી રહ્યું છે. ચીને આ વખતે સુરક્ષા પરિષદના કાયમી સભ્યોને ગળે ઉતરે એવા મજબૂત કારણો આપવા પડશે એટલે ચીન પણ યોગ્ય જવાબ શોધવાની મથામણમાં છે. એ દરમિયાન પાકિસ્તાને પણ હવે ચીનને વિનંતી કરી છે કે મસૂદ આતંકવાદી જાહેર થતો હોય તો ભલે થાય. તેને બચાવવાના પ્રયાસો ચીન ન કરે.

પાકિસ્તાનના સીનિયર અધિકારીએ નામ ન આપવાની શરતે દાવો કર્યો હતો કે પાકિસ્તાની રાજદ્વારી અધિકારીઓએ ચીનને કહ્યું છે કે જો ભારત સરહદે શાંતિ જાળવવા તૈયાર હોય અને તે મુદ્દે ભારત પાકિસ્તાન વચ્ચે સંવાદ કરવા તૈયાર હોય તો મસૂદ ભલે આતંકવાદી જાહેર થતો. ચીન તેનો વિરોધ ન કરે. પાકિસ્તાન ઉપર મસૂદ મુદ્દે સમગ્ર વિશ્વનું દબાણ છે. ચીનને બાદ કરતા યુએનના ચારેય કાયમી સભ્યો અને સુરક્ષા પરિષદના ૧૫ સભ્યદેશો પાકિસ્તાન ઉપર દબાણ લાવે છે. તે પછી હવે પાકિસ્તાને જ મસૂદને ન બચાવવા ચીનને વિનંતી કરી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OvMJOG

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages