પેલેડીયમમાં વિકલી ભાવ કડાકામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

પેલેડીયમમાં વિકલી ભાવ કડાકામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો

(વાણિજય પ્રતિનિધિ) મુંબઈ, તા.29 માર્ચ, 2019, શુક્રવાર

પેલેડીયમના ભાવમાં તાજેતરમાં  જોવા મળેલી મોટી  ઉછળ કુદના પગલે વિશ્વ બજારના  ખેલાડીઓ સ્તબ્ધ બન્યા છે. ઔદ્યોગિક વપરાશમાં  તથા વિશેષ  રૂપે વાહન ઉદ્યોગમાં  વપરાતી  પેલેડીયમન ધાતુના ભાવ વિશ્વ બજારમાં   ઔંશદીઠ  તાજેતરમાં  ઉછળી ઉંચામાં  ૧૬૦૦ ડોલરની  રેકોર્ડ સપાટી વટાવી  ૧૬૧૪થી ૧૬૧૫ ડોલરનો વિક્રમ સર્જયા પછી  ઉંચી ટોચ પરથી   બજાર ભાવ  ઝડપી ગબડી જતાં તેજીવાળો વર્ગ ખાસ્સી નુકશાનીમાં  આવ્યો છે. 

ઉછાળે વેંચી જનારા મંદીવાળા મો ઉત્તમ સખ્ત આવ્યો  છે પેલેડીયમના  ભાવ ઉંચા મથાળેથી  ટૂંકાગાળામાં  ગબડી ભાવ નીચામાં  ૧૪૦૦ ડોલરની  અંદર ઉતરી ૧૩૪૫ થી ૧૩૫૦ ડોલર થયા પછી આજે ભાવ તળિયેથી ફરી વધી૧૩૮૫થી ૧૩૯૦ ડોલર બોલાયા હતા.

પેલેડીયમનો પુરવઠો  રશિયા ખાતેથી તાંજેતરમાં પેલેડીયમના ભાવ ઉછળી ૧૬૦૦ ડોલર વટાવી ગયા હતા   એ વખતે  ખેલાડીઓ ૨૦૦૦ ડોલરનો ભાવ  દેખાવાની  આગાહી કરવા માંડયા હતા.   ત્યાર પછી બજાર વધવાના   બદલે ઉંધા માથે પછડાઈ છે  ૩ દિવસમાં ભાવ ૧૬થી ૧૭ ટકા ગબડી ગયા હતા.  આ સપ્તાહમાં પેલેડીયમના ભાવ ૧૧ ટકા તૂટી જતાં  ૩ વર્ષનો મોટી વિકલી કડાકો નોંધાયો હતો.  ૨૧ માર્ચના રોજ ભાવ  ઉંચામાં  ૧૬૧૪થી ૧૬૧૫ ડોલરની રેકોર્ડ સપાટીએ  પહોંચ્યા પછી  નીચામાં ભાવ ૧૩૪૫થી ૧૩૫૦ ડોલર થયા હતા. 

પેલેડીયમના ભાવ બુધવારે  ૬ ટકા તૂટયા પછી ગુરૂવારે ૭.૩૦ ટકા તૂટી ગયા  હતા. નીચા મથાલે બજારકમાં  શુક્રવારે લેવાલીનો  ફરી ટેકો  બજારને મળ્યાના સમાચાર હતા. અને આ જોતાં  પેલેડીયમના ભાવ હવે વધુ ઘટવાના  બદલે ફરી ઝડપી  ઉંચા જવાની ગણતરી ખેલાડીઓ આજે સાંજે બતાવી રહ્યા હતા.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WzYwyi

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages