ક્રૂડતેલના ભાવ ઉછળી 69 ડોલર નજીક પહોંચ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

ક્રૂડતેલના ભાવ ઉછળી 69 ડોલર નજીક પહોંચ્યા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,તા.29 માર્ચ, 2019, શુક્રવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં  મંદી આગળ વધી હતી.  વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટી ઔંશના ૧૩૦૦ ડોલરની  અંદર ઉતર્યાના વાવડ હતા.   ઘરઆંગણે  કરન્સી બજારમાં  રૂપિયા સામે  ડોલરના ભાવમાં ઉછાળા ઉભરા જેવા  નિવડતાં ડોલર ફરી નીચો  ઉતર્યો  હતો અને તેની  અલસર પણ ઝવેરી બજારમાં આયાત  પડતર  પર પડી હતી.  મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૬૯.૩૩ વાળા ૬૯.૨૩ ખુલી  ઉંચામાં ભાવ  ૬૯.૩૩ રહ્યા પછી  નીચામાં  ભાવ ૬૯.૦૪  થઈ છેલ્લે બંધ  ૬૯.૧૧ હતા.

 ડોલરના ભાવ આજે ૨૨ પૈસા ઘટયા હતા જ્યારે  બ્રિટીશ પાઉન્ડના ભાવ નીચામાં રૂ.૯૦ની અંદર રૂ.૮૯.૯૮ સુધી ઉતર્યા પછી રૂ.૯૦.૫૧થી ૯૦.૫૨ બંધ રહેતાં  ૪૦ પૈસાનો ઘટાડો નોંધાયો હતો.   યુરોના ભાવ ૨૧ પૈસા  ઘટી રૂ.૭૭.૬૭તી ૭૭.૬૮ હતા.   બ્રહેકઝીટ વિવાદની અસર પાઉન્ડ  તથા યુરોના ભાવ પર દેખાઈ હતી.

વિશ્વ બજારમાં   સોનાના ભાવ ઔંશના નીચામાં ૧૨૮૭.૨૦ ડોલર થયા પછી  ભાવ ઉછળી ૧૨૯૮ થઈ સાંજે ભાવ ૧૨૯૭ ડોલર હતા.  વિશ્વ બજારમાં ડોલર નીચો ઉતરતાં  વૈશ્વિક સ્તરે સોનામાં  ઘટાડે ફંડવાળા ફરી લેવા આવ્યા હતા. 

મુંબઈ  બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના જીએસટી વગર રૂ.૩૧૯૫૫ વાળા રૂ.૩૧૫૬૫ થઈ ૩૧૬૪૦ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૨૦૮૦ વાળા ૩૧૬૯૦ થઈ ૩૧૭૬૫ બંધ હતા જીએસટી સાથેના આ ભાવથી ૩ ટકા  ઉંચા હતા.  મુંબઈ બજારમાં આજે  ચાંદીના ભાવ કિલોના  ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૬૩૫ વાળા ૩૭૦૮૦ ખુલી ૩૭૨૪૫ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૩૫૦થી ૩૭૪૦૦ તથા  જીએસટી સાથેના ભાવ  આ ભાવથી  આશરે રૂ.૧૧૦૦થી ૧૧૫૦ ઉચા હતા.   વિશ્વ બજારમાં  ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૧૪.૯૯ ડોલર થયા પછી ઉછળી  ભાવ ૧૫.૧૭ ડોલર  થઈ સાંજે ૧૫.૧૩  ડોલર હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના  ભાવ આંચકા પચાવી ફરી દોઢથી બે ટકો ઉછળતાં તેની અસર પણ વિશ્વ બજારમાં સોનાના ભાવ પર આજે નીચા મથાળે પ્રોત્સાહક પડી હતી.  બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના જે ૬૭ ડોલરની અંદર જતા રહ્યા હતા તે  આજે વધી સાંજે ૬૮ ડોલર વટાવી  ઇંતામાં ભાવ સાંજે ૬૮.૭૦થી ૬૮.૭૫  ડોલર હતા. ન્યુયોર્કના ભાવ ઉછળી  ૬૦ ડોલર વટાવી સાંજે  ૬૦.૪૦થી ૬૦.૪૫  ડોલર હતા.  ઓપેકનો પુરવઠો ઘટયો છે.   

રશિયા પર ઉત્પાદન કાપમાં  જોડાઈ રહ્યાના વાવડ હતા.   ચીન અને અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓ પોઝીટીવ દિશામાં  આગળ વધી રહ્યાના સમાચારોની  વૈશ્વિક ક્રૂડતેલની બજાર પર આજે  પ્રોત્સાહ અસર વર્તાઈ  હતી. આના પગલે  કોપર સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીયલ ધાતુઓ પણ ઉંચકાઈ  હતી.

ન્યુયોર્ક  કોપર વાયદો સાંજે દોઢ ટકો ઉંચો  બોલાયો હતો.   લંડન  બજારમાં કોપરના ભાવ વધી  ટનના ૩ મહિનાની ડિલીવરીના  ૬૪૦૦ ડોલર વટાવી ૬૪૫૦થી ૬૪૫૫ ડોલર હતા. કોપરનો સ્ટોક  ૧૪૨૫ ટન ઘટયો હતો. ઉપરાંત નિકલનો સ્ટોક ૫૨૮ ટન તથા એલ્યુમિનિયમનો ૫૭૭૫ ટન, જસતનો  ૧૨૫૦ ટન તથા સીસાનો  ૨૨૫ ટન  ઘટયો હતો.  ટીનનો સ્ટોક જોકે જળવાઈ રહ્યો હતો.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HN35BQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages