
વડોદરા,તા.૧૧ માર્ચ ૨૦૧૯, સોમવાર
નૈરોબીમાં રવિવારે તુટી પડેલ ઇથોપિયન એરલાઇન્સના બોઇંગ વિમાનમાં માર્યા ગયેલા ૧૪૭ યાત્રીકો પૈકી વડોદરાના વૃધ્ધ દંપતી, તેમના દીકરી જમાઇ અને બે પૌત્રીઓ મળીને ૬ જણનો પણ સમાવેશ થાય છે. મૂળ વડોદરા અને કેનેડામાં સ્થાઇ થયેલ આ પરિવાર કેનિયા ખાતે વાઇલ્ડ લાઇફ સફારી પાર્ક જોવા માટે આવ્યુ હતું અને પ્લેન દુર્ઘટનાનું શિકાર બની ગયુ હતું.
મૂળ વડોદરાના દંપતી સહિત પરિવારના ૬ જણમાં પન્નગેશભાઇ ભાસ્કરભાઇ વૈદ્ય (ઉ.૭૦) તેમના પત્ની હંસીનીબેન (ઉ.૬૭), દીકરી કોશા, જમાઇ પ્રેરીત અને તેમની બે પુત્રીઓ અનુષ્કા તથા આશ્કાનો સમાવેશ થાય છે.
વડોદરા ખાતે રહેતા પન્નગેશભાઇના પિતરાઇ બહેન દિપ્તીબેન વોરાએ કહ્યું હતું કે 'પન્નગેશભાઇ મુળ વડોદરાના જ હતા. તેઓ શરૃઆતમાં મંગળબજાર વિસ્તારમાં રહેતા હતા અને તેમના પિતા ભાસ્કરભાઇ શ્રેયસ વિદ્યાલયમાં શિક્ષક હતા. પન્નગેશભાઇ એન્જિનિયર થયા બાદ વડોદરામાં દિનેશ મીલથી કેરિયરની શરૃઆત કરી હતી પછી અન્ય ખાનગી કંપનીઓમાં કામ કર્યુ હતુ. તેઓ છેલ્લે વડોદરામાં ઇલોરાપાર્ક વિસ્તારમાં વહાણવટી માતાના મંદિર પાસે આવેલા ફ્લેટમાં રહેતા હતા ત્યાંથી તેઓ અમદાવાદ સિફ્ટ થયા હતા.
અમદાવાદથી તેઓ કેનેડા સિફ્ટ થયા હતા કેનેડામાં તેમનો પુત્ર મનંત અને પુત્રવધુ હિરલ રહે છે. કેનેડા ગયા બાદ પણ પન્નગેશભાઇ અને તેમના પત્ની હંસીનીબેન ત્યા નોકરી કરતા હતા. પન્નગેશભાઇના પુત્રી કોષાના લગ્ન વડોદરાના પ્રેરીત સાથે થયા હતા. પન્નગેશભાઇએ પુરા પરિવાર સાથે કેનિયા ખાતે વાઇલ્ડ લાઇફ સફારી પાર્કના પ્રવાસની યોજના બનાવી હતી. જો કે તેમના પુત્ર મનંતને રજાઓ નહી મળતા મનંત અને તેનો પરિવાર કેનિયા ગયો ન હતો. પન્નગેશભાઇનો બીજો પુત્ર મયંક અમદાવાદ ખાતે રહે છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2O0sEQ7
No comments:
Post a Comment