પૂ.ઇન્દિરાબેટીજીની બોગસ સહીઓ કરી ટ્રસ્ટો બનાવ્યા,રકમ લીધા વગર જમીનો ટ્રસ્ટને દાનમાં આપી દીધી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

પૂ.ઇન્દિરાબેટીજીની બોગસ સહીઓ કરી ટ્રસ્ટો બનાવ્યા,રકમ લીધા વગર જમીનો ટ્રસ્ટને દાનમાં આપી દીધી

વડોદરા,તા.11 માર્ચ,2019,સોમવાર

બ્રહ્લલીન વૈષ્ણવાચાર્ય પૂ.ઇન્દિરા બેટીજીની મિલકતો પચાવી પાડવા માટે તેમના નામના બોગસ ટ્રસ્ટો બનાવી ખોટા ઠરાવો નોંધવામાં આવ્યા હોવાની વધુ એક ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા પોલીસે પૂ.જીજીની સેવક સમા અને સેજલ નામની બહેનો અને ધર્મેશ મહેતા સામે ગુનો નોંધ્યો છે.

પૂ.જીજીના મુંબઇ ખાતે રહેતા સેવક અને ટ્રસ્ટી મદનલાલ રાઠીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે,પૂ.જીજીનું તા.૧-૧૧-૨૦૧૫ના રોજનું વિલ તેમની ખોટી સહીઓ અને બોગસ હોવા છતાં તેને આધારે શ્રી ઇન્દિરા બેટીજી વલ્લભ સેવા ટ્રસ્ટ અને શ્રી ઇન્દિરા બેટીજી માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટના નામના ટ્રસ્ટો દિલ્હી ખાતે રજિસ્ટર કરવામાં આવ્યા હતા.

આ વિલને આધારે વલ્લભ મેમોરીયલ ટ્રસ્ટ અને વલ્લભ અનુગ્રહ ચેરિટેબલ ટ્રસ્ટોમાં પાછળની તારીખોમાં ખોટા ઠરાવો કરી તેમાં ટ્રસ્ટી તરીકે તેઓના નામ દાખલ કરાયા હતા.

આ ટ્રસ્ટીઓએ બોગસ વિલને આધારે બંને ટ્રસ્ટોની માલિકીની જમીનો અવેજ લીધા વગર શ્રી ઇન્દિરા બેટીજી વલ્લભ સેવા ટ્રસ્ટ અને શ્રી ઇન્દિરા બેટીજી માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટને દાનમાં આપ્યાનો દસ્તાવેજ કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે ઉપરોક્ત ફરિયાદને આધારે  સમા,સેજલ અને ધર્મેશ મહેતા સામે વધુ એક ગુનો નોંધ્યો છે.

કોની કોની સામે ગુનો નોંધાયો

(૧) સમા પિયુષભાઇ શાહ રહે.ચરણ ચોકી, સુંદરમ્ સોસાયટી,વ્રજધામ મંદિર પાછળ, માંજલપુર

(૨) સંજલ કિરીટભાઇ દેસાઇ રહે.સૃષ્ટિ રેસીડેન્સી, શુભેચ્છા હોસ્પિટલ પાસે,શ્રીનગર સોસાયટી,અકોટા અને 

(૩) ધર્મેશ રમેશભાઇ મહેતા રહે.અજમલખાન પાર્ક પાસે,કરોલબાગ, સેન્ટ્રલ દિલ્હી.

પૂ.જીજીનું મકાન વેચવા બદલ બંને બહેનોની ધરપકડ કરાઇ હતી

પૂ.ઇન્દિરા બેટીજીનું માંજલપુર સ્થિત મકાન કોઇ પણ પ્રકારના અધિકાર નહી ંહોવા છતાં મહેન્દ્ર ધુ્રવને વેચી નાંખવા બદલ છ મહિના પહેલાં નોંધાયેલી ફરિયાદમાં સેજલ દેસાઇ અને સમા શાહ નામની બંને બહેનોની અગાઉ પોલીસે ધરપકડ કરી હતી.




from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2F6eSZB

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages