ખોડલ ફાઇનાન્સની ઓફિસમાંથી વ્યાજખોર બ્રહ્મભટ્ટ બંધુઓએ લખાવી લીધેલા ૨૪ દસ્તાવેજ અને ચેકો મળ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

ખોડલ ફાઇનાન્સની ઓફિસમાંથી વ્યાજખોર બ્રહ્મભટ્ટ બંધુઓએ લખાવી લીધેલા ૨૪ દસ્તાવેજ અને ચેકો મળ્યા

વડોદરા,તા.11 માર્ચ,2019,સોમવાર

હરણી ખાતે ખોડલ ફાઇનાન્સની ઓફિસ ધરાવી જંગી વ્યાજ વસૂલવા માટે રિવોલ્વર વડે ધાકધમકી આપતા બ્રહ્મભટ્ટ બંધુઓની ઓફિસમાંથી પોલીસને બે ડઝન જેટલા દસ્તાવેજો હાથ લાગ્યા છે.

હરણીના માં પાર્ટી પ્લોટ પાસે ખોડલ ફાઇનાન્સની ઓફિસ ધરાવી ૩૦ ટકા જેટલું જંગી વ્યાજ વસૂલી પ્રોપર્ટી લખાવી લેતા સાગર પ્રવિણભાઇ બ્રહ્લભટ્ટ અને તેના ભાઇ મયંક બ્રહ્મભટ્ટ (બંને રહે.અશોક વાટિકા,વીઆઇપી રોડ, કારેલીબાગ) સામે ઉછીની રકમ લેનાર આસુતોષ પરિખ નામના વિમા એજન્ટે રૃા.૩૦ હજારની રકમ ચૂકવી દીધી હોવા છતાં પાંચ પ્લોટ લખાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી.

આ ગુનામાં વધુ પાંચ વ્યક્તિએ લીધેલી રૃા.૬ લાખની રકમ પેટે અનેક ગણી વધુ રકમ વસુલવા માટે કારસો રચવામાં આવ્યો હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો હતો.

રિમાન્ડ પર લેવાયેલા વ્યાજખોર બ્રહ્મભટ્ટ બંધુઓની ઓફિસે ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો મારતાં ૨૪ જેટલા લખેલા સ્ટેમ્પ પેપર મળી આવ્યા હતા.જ્યારે,લખાવી લીધેલા ચેકો પણ પોલીસે કબજે કર્યા છે.

ડીસીપી જયદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે,પોલીસ તમામ પેપર્સની તપાસ કરી રહી છે અને ભોગ બનેલાઓની ઇચ્છા હશે તો તેમને સાક્ષી તરીકે જોડવામાં આવશે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2F4vrVv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages