પાલનપુરમાં લાખો રૃપિયાના ખર્ચે બનેલ બગીચો ઉજ્જડ બન્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 1 April 2019

પાલનપુરમાં લાખો રૃપિયાના ખર્ચે બનેલ બગીચો ઉજ્જડ બન્યો

પાલનપુર,તા.29 માર્ચ 2019, શુક્રવાર

ફુલો અને અંતરોની નગરી પાલનપુરમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા બાગ બગીચા આવેલા છે. જેમાં મોટા ભાગના બગીચાઓનુ સંચાલન સ્વૈચ્છીક સંસ્થાઓ હસ્તક છે. જ્યારે પાલિકા હસ્તકનો એક માત્ર મીરાગેટ નજીકનો બગીચો જાળવણીના અભાવે નામશેષ થયો હોય લોકોમાં નારાજગી છવાઈ છે.

નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ ગુજરાત યોજના હેઠળ શહેરના મીરાગેટ નજીક લાખો રૃપિયાના ખર્ચે બાળક્રીડાગણ અને બગીચાનુ નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં નગરપાલિકા દ્વારા આ ઉપવનની જાળવણી કેદરકાર લેવામાં ન આવતા સમય જતા આ બગીચામાંથી લીલોતરી શુકાઈ જવા પામી હતી. બાળતરૃઓના બાળમરણ થયા હતા. સાથે બાળકોના રમત ગમતના સાધનો પણ ભંગાર બનીને રહી ગયા હતા. જેને લઈ એકસમયે લીલોતરીથી હર્યોભર્યો બાગઆજે ઉજ્જડ ભાસી રહ્યો છે. પાલિકા દ્વારા લાખો રૃપિયાના ખર્ચે બનાવેલ આ મીરાગેટ બગીચાની માવજત કરવામાં ન આવતા હાલ આ ઉપવન નામશેષ થઈ રહ્યું છે. જેને લઈ લોકો વૈરાન બનેલા બગીચા સામે નજર કરી નિશાષા નાખી રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે નામશેષ થયેલામીરાગેટ બગીચાને પુનઃ સજીવન કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

બગીચામાં ગંદકીના ઢગ ખડકાયા

મીરાગેટ બગીચાની દરકાર લેવામાં ન આવતા હાલ વૈરાન ભાસી રહ્યો છે.લોકો અહીં ગંદવાડ અને એંઠવાડ ફેંકતા હોય ગંદકીના ઢગલા ખડકાયા છે. જોકે આ વિસ્તાર સેનીટેશન ચેરમેનનો હોવાછતાં તેઓ કોઈ દરકાર ન લેતા મીરાગેટ બાગ છેલ્લા કેટલાય સમયથી ગંદકીસ્ગ્રહ કરવાનું સ્થાન બની રહેવા પામ્યો છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V1vTtb

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages