
- આપણા ૪૦ જવાનોને શહીદ કર્યા તો આપણે ૩૫૦ આતંકીઓનો સફાયો કર્યોઃ રામમંદિર ભાજપ જ બનાવી શકે, કોંગ્રેસ તો તેનું નિર્માણ થતું રોકે છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરૂવાર
સુરત મહાનગરપાલિકાના ૫૪૮ કરોડના પ્રોજેક્ટનું લોકાપર્ણ અને ખાતમુર્હૂત કર્યા બાદ સુરતમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અયોધ્યામાં રામં મંદિર ભાજપ જ બનાવી શકે અને કોગ્રસ તો મંદિર બનતું રોકી રહી છે તેવી વાત કરી હતી. સુરતના વિકાસને અભિનંદન આપતાં મુખ્યમંત્રીે કહ્યું ભારતે હવે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું શરૂ કર્યું છે, આતંકીઓએ આપણા ૪૦ જવાનો શહીદ કર્યા તો આપણે એક સાથે ૩૫૦ આતંકીઓનો સફાયો કરી દીધો છે.
સુરતના ઉત્રાણ અમરોલીને જોડતાં અટલ સેતુ રેલ્વે ઓવર બ્રિજ સાથે ૫૪૮ કરોડના પ્રોજેક્ટનું લોકાપર્ણ અને ખાતમુર્હૂત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે થયું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, કેન્દ્રમાં જ્યારે કોંગ્રસની સરકાર હતી ત્યારે ગુજરાતને અનેક અન્યાય કર્યા છે પરંતુ કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ આ અન્યાય બંધ થયાં છે.
સુરત મહાનગરપાલિકા દર ત્રણ મહિને એક હજાર કરોડથી વધુના લોકપયોગી કાર્યો કરી રહી છે. ભાજપનું શાસન હોવાથી પૈસાની કોઈ સમસ્યા રહી નથી. ભ્રષ્ટાચારનો પંજો દુર થતાં વિકાસના કામો થઈ રહ્યાં છે. આવી કામગીરી સાથે સુરત વિશ્વનું સૌથી ઝડપી વિકાસ પામતું શહેર બની રહ્યું છે.
મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસે નર્મદા ડેમની કામગીરી રોકી રાખી હતી ઉપરાંત સરદાર પટેલના ફોટાને સંસદમાં પણ લાંબા સમય સુધી સ્થાન આપ્યું ન હતું. પરંતુ હવે આ અન્યાય દુર થયો છે.
દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ દુનિયામાં ભારતને માનની નજરથી જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનની ૫૬ની છાતી હોવાથી હવે ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપતું થયું છે. આતંકીઓએ આપણા ૪૦ જવાનોને શહીદ કર્યા હતા તો આપણે ૩૫૦ આતંકવાદીઓનો એક સાથે સફાયો કરી દીધો છે.
તેમણે ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટી માને છે કે ભાજપ જ રામ મંદિર બનાવશે . કોંગ્રેસ તો રામ મંદિરને બનતા રોકી રહી છે. તાપી સફાઈ અંગેની વાત તેમણે જણાવ્યું કે, ૯૭૧ કરોડના ખર્ચે તાપી શુધ્ધિકરણની કામગીરી થઇ રહી છે. આગામી દિવસોમાં તાપી નદી સ્વચ્છ થઈ જશે અને ગંગાની આરતીની જેમ તાપીની આરતી પણ લોકો કરતા થશે.
કોંગ્રેસના શાસનમાં ૧૦ બ્રિજ ભાજપ શાસનમાં ૧૧૪ બ્રિજઃ મેયર
સુરત મ્યુનિ.ના ૫૪૮ કરોડના લોકાપર્ણ ખાત મુર્હૂત પ્રસંગે મેયર જગદીશ પટેલે કહ્યું હતું, ૧૯૯૫ પહેલાં સુરતમાં કોંગ્રસનું શાસન હતું ત્યારે શહેરમાં ૧૦ બ્રિજ હતા જ્યારે ત્યાર બાદ ભાજપનું રાજ આવ્યું ત્યારે હાલ ૧૧૪ બ્રિજ થઈ ગયાં છે અને ૧૦ બ્રિજ ગુજરાત સરકારે બજેટમાં સમાવ્યા છે અને હજી ૧૦થી વધુ બ્રિજની કાગમીરી ચાલી રહી છે તે જ સુરતનો વિકાસ બતાવે છે.
સવારે ટેન્ડર મંજુર થયાં અને સાંજે ખાતમુર્હૂત પણ કરી દેવાયું
સુરત મ્યુનિ.ની સ્થાયી સમિતિની બેઠકમાં સવારે વેડ વરિવાય બ્રિજ, સિધ્ધાર્થ નગર રેલ્વે ઓવર બ્રિજ અને વરાછા ખાડીની કાગમીરીના ટેન્ડર મંજુર કરવામા ંઆવ્યા હતા. સવારે ૧૧-૩૦ વાગ્યે દરખાસ્ત મંજુર કરવામા ંઆવી અને સાંજે ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કામને ખાતમુર્હૂતમાં સમાવી લેવામા ંઆવ્યા હતા. આ કામગીરીનો સમાવેશ થતાં પહેલાં ૩૦૦ કરોડના પ્રોજેક્ટના લોકાપર્ણ અને ખાત મુર્હૂત હતા જે વધીને સાંજે ૫૪૮ કરોડના થઈ ગયાં હતા.
મ્યુનિ. કર્મચારીઓએ સીઆરપીએફ ફંડ માટે રૂા.૨૧ લાખનો ચેક મુખ્યમંત્રીને આપ્યો
સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ તરફથી શહીદ ફંડમાં ૨૧ લાખ રૂપિયાનો ચેક તૈયારી કરીને મ્યુનિ. કમિશ્નરના હસ્તે મુખ્યમંત્રીને સીઆરપીએફ વેલ્ફેર ફંડ માટે અપાયો હતો. મુખ્યમંત્રીએ સુરત મ્યુનિ.ના કર્મચારીઓની ભાવનાને બિરદાવી કહયું હતું કે, નાના મોટા તમામ કર્મચારીઓએ માતબર રકમ આપી છે તેના માટે બધા જ કર્મચારીઓ ધન્યવાદને પાત્ર છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ExmcvV
No comments:
Post a Comment