
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરૂવાર
ધો-૧૦ અને ૧૨ બોર્ડની લેવાનારી પરીક્ષાની આજે મળેલી આચાર સમિતિની બેઠકમાં વિદ્યાર્થીઓ બુટ-મોજા પહેરીને પરીક્ષા આપી શકશે એવો નિર્ણય લેવાયો હતો. તો પરીક્ષા દરમ્યાન મોબાઇલ કે કોઇ પણ પ્રકારના વિજાણું ઉપકરણ લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. માસ કોપી કે ગંભીર પ્રકારની ગેરરિતી કરવામાં મદદ કરનાર શાળાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
આગામી ૭ માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાને લઇને આજે મળેલી પરીક્ષા આચાર સમિતીની બેઠકમાં તૈયારીની સમીક્ષા થઇ હતી.આ બેઠકમાં મહત્વના કેટલાક નિર્ણયો લેવાયા હતા. તે મુજબ ગત પરીક્ષામાં કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓના બુટ-મોજા બહાર કઢાવી નખાયા હતા. જેનો ભારે વિરોધ થયા બાદ આ પરીક્ષામાં બુટ મોજા પહેરીને પરીક્ષા આપવા દેવાની છુટ અપાઇ હતી.
પરીક્ષામાં ચોરી અટકાવવા માટે ખંડ નિરીક્ષકોની ફાળવણી સરકારી પ્રતિનિધિ અને સીસીટીવી સર્વેક્ષણની હાજરીમાં ડ્રો કરીને કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્વો પર મોબાઇલ ફોનનો ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમજ કોઇ પણ પ્રકારના વિજાણું ઉપકરણ લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્વોની આજુબાજુ ૧૪૪ કલમ મુજબ પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે.
પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓ માટે પાણી ની વ્યવસ્થા વર્ગખંડ બહાર કરવામાં આવશે.સાથે જ વિદ્યાર્થીઓ પાણીની પારદર્શક બોટલ સાથે રાખી શકશે. પરીક્ષાર્થીઓને પ્રથમ દિવસે ૩૦ મિનિટ વહેલા પરીક્ષા સ્થળે પ્રવેશ અપાશે. ત્યારબાદની પરીક્ષામાં ૨૦ ંમિનિટ અગાઉ પ્રવેશ આપવાનો રહેશે. આમ બોર્ડની પરીક્ષાને લઇને તૈયારીઓ આટોપાઇ ગઇ છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T73iG7
No comments:
Post a Comment