સુરત, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરૂવાર
બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવાને સરથાણાના સીમાડા ગામ ખાતે જાહેરમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. જોકે, બેંક લોન લીધા બાદ બેંકના માણસો યુવાનને ઉઘરાણી માટે વારંવાર ફોન કરતા હતાશ થઈને આ પગલું ભર્યું હતું
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણાના સીમાડા ગામમાં આવેલી જય ભવાની સોસાયટીમાં રહેતા 30 વર્ષીય મેહુલ ભાઈ કલ્યાણભાઈ અકબરી ગઈ તારીખ 26મી સવારે ઘરેથી કામ છે જવાનું કહીને બહાર નીકળ્યા હતા.
બાદમાં ગઇકાલે સવારે મેહુલ ભાઈ તેમના પરિવારના સભ્યોને ફોન કરીને જાણ કરી હતી કે હું સીમાડા ગામમાં આર.એન ભાયાણી સ્કૂલ પાસે ઝેરી દવા પી ગયો છું જેથી તેના પરિવારના સભ્યો તરત ત્યાં પહોંચી હતા ત્યારે તે મરણ હાલતમાં મળી આવતા ચોકી ગયા હતા. આ અંગે તેમના પરિવારના સભ્યોએ સરથાણા પોલીસને જાણ કરતા પોલીસ ક્યાં પહોંચીને કાર્યવાહી કરી હતી.
પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે સીમાડાગામમાં ખાતેની કેપિટલ ફર્સ્ટ બેંક માંથી મેહુલ ભાઈ લોન લીધી હતી. ત્યારબાદ બેંકના માણસો પૈસા માટે વારંવાર ઉઘરાણી કરતા હતા જેનાથી કંટાળી જઈને તેમણે આ પગલું ભર્યું હતું મેહુલ ભાઈ મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હતા. તે હીરાના કામ સાથે સંકળાયેલા હતા. આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ta6ZLa
No comments:
Post a Comment