પાનસરમાં રખડતી ગાયે શિંગડા ભરાવતા વૃધ્ધનું મોત નીપજયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

પાનસરમાં રખડતી ગાયે શિંગડા ભરાવતા વૃધ્ધનું મોત નીપજયું

કલોલ, તા.11 માર્ચ 2019,સોમવાર

કલોલના પાનસર ગામમાં ગાયે વૃધ્ધને શિંગડુ મારતાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજતાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

કલોલના પાસનર ગામમાં રહેતા શ્યામલાલ રામસીંગ ચૌહાણ ઉવ.૬૫ તા.ર૬ ફેબુ્રઆરી ર૦૧૯ના રોજ સાંજે ગામમાંથી પસાર થઈ રહયા હતા તે વખતે રસ્તે રખડતી ગાયે તેમને શિંગડા ભરાવી ગંભીર ઘાયલ કર્યા શતા. શરીરે ગંભીરઈજાઓને લીધે તેમને સારવાર માટે પ્રથમ કલોલના સામુહિક આરોગય કેન્દ્ર ખાતે ખસેડયા હતા.

જયાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં ખસેડયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. કલોલ તાલુકા પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી મૃતકની લાશનું પોસ્ટ મોર્ટમ કરાવી મૃતદેહનો કબજે તેના વાલીવારસોને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે રખડતાં ઢોરોનો આતંક વધી ગયો છે.

કલોલ શહેરમાં જયાં જુઓ ત્યાં રખડતાં ઢોરો અડીંગો જમાવતા હોય છે. જાહેર માર્ગો ઉપર રખડતાં ઢોરો વાહનચાલકો તથા રાહદારીઓને શિંગડા ભરાવી ઘાયલ કરતાં હોવા છતાં પણ નફફટ તંત્ર રખડતાં ઢોરોને પકડવાની કામગીરી કરાવતું નથી કે રખડતાં ઢોરોના માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરતું નહીં હોવાથી લોકોમાં રોષ પણ ફાટયો છે.

ત્યારે રખડતાં ઢોરોના હુમલાથી ઘાયલ થવાના અને મોત નીપજવાના બનાવો વધી ગયા હોવાથી તંત્ર દ્વારા આ અંગે પગલા લેવા જરૂરી બન્યા છે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Chc2Pp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages