જિલ્લામાં 1379 મતદાન મથકો ઉપર 1214155 લાખ મતદારો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

જિલ્લામાં 1379 મતદાન મથકો ઉપર 1214155 લાખ મતદારો

ગાંધીનગર,તા.11 માર્ચ 2019,સોમવાર

લોકસભાની ચૂંટણીની ગઈકાલે કેન્દ્રીય ચૂંટણી પંચે વિધિવત જાહેરાત કરી દેતાં હવે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર પણ ચૂંટણી લક્ષી કામગીરીમાં વ્યસ્ત બન્યું છે. ગાંધીનગર જિલ્લામાં લોકસભાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં હાલની સ્થિતિએ ૧૩૭૯ જેટલા મતદાન મથકો ઉપર ૧૨૧૪૧૫૫ જેટલા મતદારો નોંધાયા છે જે મતદારો પૈકી ૧૧ હજાર જેટલા મતદારો પ્રથમવાર જ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે.

જ્યારે જિલ્લામાં ૪૧ હજાર જેટલા નવા મતદારો નોંધાવા પામ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય અને આચારસંહિતાનું કડકપણે પાલન થાય તે માટે તંત્ર કડક હાથે કામ લેશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે જણાવ્યું હતું.  

  કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રવિવારે વિધિવત રીતે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે ત્યારે સાત તબક્કામાં સમગ્ર દેશમાં ચૂંટણીઓ યોજાશે ત્યારે તા.ર૩મી એપ્રિલના રોજ ગુજરાતની ૨૬ બેઠકો માટે પણ લોકસભાની ચૂંટણી યોજાશે.ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ત્રણ લોકસભાના મત વિસ્તારમાં આવે છે.

ગાંધીનગર ઉત્તર અને કલોલ ગાંધીનગર લોકસભા બેઠકમાં જ્યારે દહેગામ અને ગાંધીનગર દક્ષિણ અમદાવાદ પૂર્ણ લોકસભા મતવિસ્તારમાં અને માણસા વિધાનસભા બેઠક મહેસાણા લોકસભાના વિસ્તારમાં આવે છે ત્યારે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એસ.કે.લાંગાએ આજે ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય અને આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે તંત્ર કટિબધ્ધ છે. વિવિધ નિરિક્ષણ માટે ર૦ જેટલા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવનાર છે. તા.ર૮ માર્ચથી ઉમેદવારીપત્રો ભરાવાની પ્રક્રિયા શરૂ થશે ત્યારે ચૂંટણીલક્ષી વિવિધ જાહેરનામાં પણ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ઈવીએમ, વીવીપેટ, ચૂંટણી ખર્ચ, કાયદો વ્યવસ્થા સહિતના નોડલ અધિકારીઓ આગામી સમયમાં તેમની કામગીરી શરૂ કરી દેશે.

ગાંધીનગર જિલ્લામાં હાલની સ્થિતિએ ૧૩૭૯ જેટલા મતદાન મથકો નોંધાયા છે જેમાં ૧૨૧૪૧૫૫ જેટલા મતદારો છે. જેમાં ૬૨૪૨૦૨ પુરુષ અને ૫૮૯૯૧૬ મહિલા મતદારો તેમજ ૩૭ અન્ય મતદારો છે. જિલ્લામાં આ મતદાન મથક દીઠ ૧૩૭૯ બીએલઓ પણ નિયત કરી દેવામાં આવ્યા છે જયારે ૧૪૩ જેટલા સેકટર ઓફિસરો રહેશે.

આ મતદાન મથકો પૈકી ૩૯૬ મતદાન મથકો સંવેદનશીલ હોવાથી ત્યાં વિશેષ સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. જિલ્લામાં કોઈપણ વ્યક્તિ ૦૭૯-૧૯૫૦ નંબરની હેલ્પલાઈન ઉપર ફોન કરીને ચૂંટણીલક્ષી ફરિયાદ કે માર્ગદર્શન મેળવી શકશે. 

હાલ ૧૪૩ સેકટર ઓફિસરોને તાલીમ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં પોલીંગ સ્ટાફને તાલીમ માટે કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે. તો તમામ મતદાન મથકોએ પ્રાથમિક સુવિધા ઉભી કરવા માટે પણ તંત્ર કામે લાગી ગયું છે. શાંતિપૂર્ણ માહોલમાં આ લોકશાહીના મહાપર્વની ઉજવવા માટે મતદારોને પણ જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ux7lrZ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages