ડોક્ટરોની અછતને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ 'રામભરોસે' - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

ડોક્ટરોની અછતને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ 'રામભરોસે'

ગાંધીનગર,તા.11 માર્ચ 2019,સોમવાર

જીએમઇઆરએસ સંચાલીત મેડિકલ કોલેજ સંલગ્ન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાલ ડોક્ટરોની અછત સર્જાઇ છે. જેના કારણે ઓપીડી જીઆર અને એસઆરના હવાલે સોંપી દેવામાં આવી છે તો બીજીબાજુ સર્જરી, ઓર્થોપેડીક અને ગાયનેક ડિપાર્ટમેન્ટમાં પણ ઓપરેશન મુલતવી રાખવાની નોબત આવી છે.

આવી સ્થિતિમાં ડોક્ટર-પ્રોફેસર મેડિકલ કોલેજમાં લેક્ચર લેવા પણ જઇ શક્તા નથી ત્યારે આ મેડિકલ સ્ટૂડન્ટના ભાવી ઉપર પણ સવાલો ઉભા થયા છે ત્યારે તમામ વિભાગના એચઓડી દ્વારા આજે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સમક્ષ આ તમામ બાબતોએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્યનું પાટનગર હોવાને કારણે અહીં વીવીઆઇપીની વિઝીટ વધુ રહે છે તેવી સ્થિતિમાં પ્રોટોકોલ પ્રમાણે તેમના બંદોબસ્તમાં પણ ગાંધીનગર સિવિલની વિવિધ ટીમને તહેનાત રહેવું પડે છે. જેમાં પણ ડોક્ટરોને મોલકવામાં આવે છે આ ઉપરાંત તાજેતરમાં ગાંધીનગર સિવિલના ચાર મેડિકલ ઓફિસરને વર્ગ-૧ની બઢતી સાથે અન્ય જગ્યાએ મુકવામાં આવતા સિવિલમાં ડોક્ટરની અછતમાં વધારો થયો છે.

બઢતી અને બદલીના દૌર વચ્ચે ગાંધીનગર સિવિલમાં ડોક્ટરોની અછત સર્જાઇ છે જેના કારણે સિવિલ ખુદ જ બિમારીના બિછાને હોય તેવો ઘાટ ઘડાયો છે. જેની સીધી અસર દર્દીઓ ઉપર પડી રહી છે. ગાંધીનગર સિવિલમાં મોટાભાગની તમામ ઓપીડી જેઆર અને એસઆરના હવાલે છોડી દેવામાં આવી છે. તો બીજીબાજુ સર્જરી વિભાગ ઉપરાંત ઓર્થો પેડીક અને ગાયનેક વિભાગમાં પણ તબીબોની ઘટ હોવાને કારણે ઓપરેશન મુલતવી રાખવા પડયો હોય તેવા બનાવો પણ બની રહ્યા છે.

દર્દીઓ ડોક્ટરોને શોધતા શોધતા સુપ્રિટેન્ડેન્ટ અને આરએમઓને રજૂઆત કરવા આવે છે તેમ છતા તેમની સમસ્યાઓનો ઉકેલ આવતો નથી ત્યારે આવી જ હાલજ મેડિકલ કોલેજમાં અભ્યસ કરતા વિદ્યાર્થીઓની છે તેમને ઘણા વિભાગમાં તો પ્રોફેસર લેક્ચર લેવા જ આવતા નથી જેના કારણે હવે આ વિદ્યાર્થીઓની કારકિર્દી પણ દાવ ઉપર લાગી છે તેવી સ્થિતિમાં તમામ વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટને રજૂઆત કરવામાં આવી હતી.

સ્ટૂડન્ટની પરીક્ષા નજીક છે અને બીજીબાજુ વીઆપી ડયૂટી પણ છે ત્યારે તબીબોની અછત વચ્ચે ગાંધીનગરના દર્દીઓ સિવિલમાં રામભરોસે હોય તેમ લાગી રહ્યું છે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UvmNol

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages