
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 28 માર્ચ 2019 ગુરૂવાર
નવસારી લોકસભા મત વિસ્તારમાં ટિકિટ માટે જ્ઞાતિવાદનું ભુત ધુણ્યા બાદ હવે આ જ્ઞાાતિવાદનું ભુત સુરત બેઠક પર ધુણવા લાગ્યું છે. શહેરના પાટીદાર બહુમતિવાળા કતારગામ વિસ્તારમાં પાટીદાર સમાજના નામે બેનર યુધ્ધ શરૂ થયું છે. બેનરમાં લખાયું છે કે પાટીદાર સમાજ સિવાય કોઈને ટિકિટ આપી તો વિરૃધ્ધમાં મતદાન કરાશે. ટીકીટ જાહેર નથી થઈ ત્યારે આવા બેનર લાગતાં રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.
સુરત લોકસભા મત વિસ્તારમાં સુરતી, પાટીદાર અને કોળી સમાજ દ્વારા ટીકીટ માટે ભાજપમાંથી દાવા કરવામાં આવ્યા છે. જોકે, હજી સુધી મોવડી મંડળે ટીકીટ જાહેર કરી નથી ત્યાં શહેરમાં બેનર વોર શરૂ થઈ ગયું છે. કતારગામના ગજેરા સર્કલ વિસ્તારમા પાટીદાર સમાજના નામે બેનર લાગ્યું છે. જેમાં ભાજપ અને કોંગ્રસ બન્ને પક્ષના ચિન્હ પણ દર્શાવાયા છે.
બેનર પર લખાયું છે કે, સુરત લોકસભાની ટીકીટ પાટીદાર સમાજ સિવાય અન્ય કોઈને આપવામાં આવશે તો તેના વિરૃધ્ધ મતદાન કરવામાં આવશે. આ પહલા મુળ સુરતીના નામે બેનર લગાવીને સુરતને ટિકિટ મળે તેવો દબાવ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો નવસારી લોકસભાની બેઠક જાહેર થાય તે પહેલા કોળી સમાજના નામે આવા જ પ્રકારના બેનર લગાવીને ટિકિટ માટેનો દાવો કરવામાં આવ્યો હતો.
ચૂંટણી પહેલા ટિકિટ માટે ભાજપ- કોંગ્રેસ નેતાગીરી પર પ્રેશર ઉભુ કરવા માટે શહેરમાં આવા પ્રકારનું બેનર પોટસ્ટર વોર શરૂ થઈ ગયુ હોવાથી સુરતના રાજકારણમાં ગરમાટો આવી રહ્યો છે. ભાજપ- કોંગ્રેસ બન્ને પક્ષ જ્યાં સુધી ટીકીટ જાહેર ન કરે ત્યાં સુધી આવા પ્રકારની પ્રેશર ટેકનીક પક્ષ સામે કરવાના પ્રયાસના ભાગરૂપે બેનર અને પોસ્ટર યુધ્ધ ચાલુ જ રહેશે તે નક્કી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CDMZX2
No comments:
Post a Comment