ઉનાળાને પગલે મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

ઉનાળાને પગલે મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી


(પ્રતિનિધિ દ્વારા)  સુરત, તા. 27 માર્ચ 2019, બુધવાર 

લોકસભાની ચૂંટણી ઉનાળાના ધગધગતા તાપમાં યોજાવાની હોવાથી મતદારો વધુ સમય મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચે મતદાનનો સમય એક કલાક વધારી દઇને ૧૧ કલાક મતદાન કરવાનો નિર્ણય લીધો છે.

આગામી ૨૩ મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે.આ સમયે ભર ઉનાળો હોઇ છે. અને સવારથી સૂર્યદેવતા ક્રોપાયમાન બનતા હોવાથી ગરમીમાં મતદાનની ટકાવારીને લઇને ચૂંટણી પંચ ચિતિત છે. આથી જ આ લોકસભાની ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન થાય તે માટે સવારે ૭ વાગ્યાથી મતદાનની પ્રકિયા શરૂ કરીને સાંજે ૫ વાગ્યાના બદલે એક કલાક મોડુ સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. ઉનાળામાં વહેલી સવારે અને સાંજે મતદારોના ધસારો થતો હોવાથી પંચે આ નિર્ણય લીધો છે. આમ લોકસભાની ચૂંટણીમાં સવારે ૭ વાગ્યાથી લઇને સાંજે ૬ વાગ્યા સુધીના ૧૧ કલાક મતદાન થશે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V4zOpu

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages