આ કંપની ખરીદશે મુકેશ અંબાણી, રિલાયંસ જિયો આપશે અમેઝોન અને ગૂગલને ટક્કર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

આ કંપની ખરીદશે મુકેશ અંબાણી, રિલાયંસ જિયો આપશે અમેઝોન અને ગૂગલને ટક્કર


નવી દિલ્હી, 30 માર્ચ 2019, શનિવાર

રિલાયંસ જિયો વિશે જાણવા મળ્યાનુસાર દુનિયાના સૌથી મોટા આર્ટિફિશિયલ ઈંટેલીજેંસ મંચમાંથી એક એવા મુંબઈના હૈપ્ટિકને 200 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે. એક રીપોર્ટ અનુસાર આ હસ્તાંતરણ આગામી સપ્તાહમાં કરવામાં આવશે. રિલાયંસ જિયો સેવા લિમિટેડ અને હૈપ્ટિકના સંસ્થાપક આકૃત વૈશ તેમજ સ્વપન રાજદેવએ આ હસ્તાંતરણને મંજૂરી પણ આપી દીધી છે. જો કે આ મામલે હાલ કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. 

ઉદ્યોગજગતના સૂત્રોના જણાવ્યાનુસાર હાલ આ કરાર પૂર્ણ થયો નથી. જો કે આ કરારની વાત સત્ય સાબિત થશે તો સ્માર્ટ હોમ સ્પીકર્સ અને અન્ય ઈંટરનેટ ઓફ થિંગ્સ સાથે જોડાયેલા ડિવાઈસના માધ્યમથી અમેઝોન એલેક્સા અને ગૂગલ આસિસ્ટેંટને ભારતીય બજારમાં મોટો પડકાર જિયો તરફથી મળશે. 

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મ્યૂઝિક સેગમેંટમાં પગપેસારો કરે જિયોએ સાવન મ્યૂઝિક એપનું અધિગ્રાહણ કર્યુ હતું. ત્યારબાદ આ એપનું નામ જિયો સાવન એપ રાખવામાં આવ્યું હતું. રિલાયંસ ઈંડસ્ટ્રીઝએ માર્ચ 2018માં સાવન એપ ખરીદી હતી. બંને એપનું વેલ્યુએશન તે સમયે 7000 કરોડનું હતું. મહત્વપૂર્ણ છે કે જિયો ખૂબ ઝડપથી વિવિધ શ્રેત્રોમાં આગળ વધી રહ્યું છે. કંપનીએ 2016માં એન્ટ્રી કર્યા બાદ ટેલીકોમ સેક્ટરમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UpLgio

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages