લ્યો કરો વાત.... હવે ફોનની સ્ક્રીનમાંથી લઈ શકશો બીયરનો સ્વાદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

લ્યો કરો વાત.... હવે ફોનની સ્ક્રીનમાંથી લઈ શકશો બીયરનો સ્વાદ


નવી દિલ્હી, 29 માર્ચ 2019, શુક્રવાર

દુનિયાભરમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે. લોકોના ફોનમાં એવી એપ્સ પણ હોય છે કે જેનાથી તેમને અનેક પ્રકારની સુવિધાઓ મળે છે. મનોરંજન, બેંકિંગ, ગેમ્સ તેમજ અન્ય કામો માટે પણ એપ્સ હોય છે. પરંતુ હવે એક એવી એપ્લીકેશનનું ચલણ વધી રહ્યું છે કે લોકોને બીયરનો સ્વાદ ફોનની મદદથી અપાવે છે. આ વાત જાણીને વિશ્વાસ તો આવશે નહીં પરંતુ હકીકતમાં આવી એપ્લીકેશન તમારા ફોનમાં ડાઉનલોડ થઈ શકે છે. 

પ્લે સ્ટોરમાં virtual beer નામની એક એપ જોવા મળે છે. આ એપ ડાઉનલોડ કરવાથી તમે તમારા મોબાઈલમાંથી બીયર પીધાનો અનુભવ કરી શકો છો. આ એપમાં ખાસ સાઉન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં વધારો વર્ચુઅલ બીયર કરે છે. આ એપની મદદથી તમે બીયર પીધાનો અનુભવ ફોનની મદદથી લઈ શકો છો. આ એપ ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરશો તો બીયર જોવા મળશે. ત્યારબાદ એવો જ અવાજ સાંભળવા મળશે કે જે બીયરને ગ્લાસમાં ભરવાથી આવે છે. ત્યારબાદ મોબાઈલને હોઠ પાસે લઈ જવાથી બીયર ગ્લાસમાંથી ખાલી થતી હોય તેમ જણાશે. 

આ ખાસ એપનો વીડિયો પણ યૂટ્યૂબ પર જોવા મળે છે. આ વીડિયોને 5 લાખથી વધારે લોકોએ જોયો છે અને તેનાથી કારણે એપ ડાઉનલોડ કરનારની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. આ એપ ડાઉનલોડ કરી ઓપન કરવાથી ફોન તમને બીયર ભરેલા ગ્લાસ જેવો દેખાશે અને તેને હોઠ પાસે રાખવાથી બીયર ખાલી થતી હોય તેવો અનુભવ થશે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FB8qIV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages