રીતિક રોશન, અર્જુન રામપાલથી લઇને અરબાઝ ખાન સુધીના કલાકારો ડિવોર્સ લઇને જુદા રહે છે. આવા તો ઘણાં નામો તમે પણ જાણતા હશો. એકબીજાથી અલગ તું કોઈ પણ કપલ માટે સરળ નથી હોતું.
કોઈ નથી વિચારતું કે જીવનમાં કદી આ દિવસ આવે પણ કેટલાક કારણોસર સબંધોમાં કડવાશ આવે છે અને પછી વાત ડિવોર્સ સુધી પહોંચે છે. જો કે સમયસર સાવચેતી રાખીને આ સમસ્યાથી બચી શકાય છે.

ભૂતકાળને ભૂલી જાઓ
ઘણાં કિસ્સાઓમાં માણસનો ભૂતકાળ એના ભવિષ્ય પર ભારે પડવા લાગે છે. તેથી લગ્ન કરતાં પહેલા પોતાનો ભૂચતકાળ જણાવી દો અને બીજાનો પૂરપૂરો જાણી લો. તમને કમ્ફર્ટેબલ લાગતું હોય તો જ આગળ વધો.
જો લગ્ન પછી આવી કોઈ વાત જાણવા મળે તો એના તરફ દુર્લક્ષ્ય કરવું પણ સારો ઉપાય છે. ભૂતકાળને લઇને કોઈને હેરાન કરવા એ યોગ્ય નથી. પાર્ટનર અને પોતાના ભૂતકાળની ખામીઓને ભૂલીને જીવનની નવી શરૂઆત કરો. આમ તમે બંને સુખી થશો.
એકબીજાને દોષ ના આપો
સંબંધ બગડે તો પણ એ માટે એકબીજા પર દોષના ટોપલા ના ઢોળશો. તમને લાગે કે ભૂલ સામેવાળાની જ છે તો પણ બને ત્યાં સુધી એને અવગણવાનો અને ભૂલ સુધારવાનો ચાન્સ આપો.
પૈસાને સંબંધ પર હાવી ના થવા દો
સંબંધમાં તિરાડ પડવાનું અગત્યનું કારણ પૈસા પણ હોય છે. પૈસાની તંગી ઘણાં સબંધોને તોડી નાંખે છે. આવામાં પતિ કે પત્નીમાંથી કોઈ એકનું આર્થિકરીતે સદ્ધર પરિવારમાંથી હોવું મદદરૂપ બની શકે છે. જો કે કોઈ એકનું વધારે શ્રીમંત હોવું અને બીજાનું ગરીબ હોવું પણ ડિવોર્સનું કારણ બની શકે છે. વાતે વાતે ઝઘડનારા અને ખામીઓ ગણાવ્યાં કરતાં દંપતીના લગ્ન લાંબુ ટકતા નથી.

કોમ્યુનિકેશન ગેપ દૂર કરો
ઘણાં પતિ-પત્ની સહેજ વાંકુ પડે એટલે વાતચીત કરવાનું છોડી દે છે, જેનાથી કોમ્યુનિકેશન ગેપ વધે છે. એના કરતાં વાતચીત ચાલુ રાખવાથી વાતાવરણ ઝડપથી હળવું થાય છે. જો કોઇ સમસ્યા હોય તો મનમાં મુંજાયા કે ખોટી કલ્પના કરવા કરતા વાતચીત કરી લેવી જોઈએ.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TGU0Mz
No comments:
Post a Comment